શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (14:24 IST)

PM મોદી બોલ્યા - બધાનુ સપનું સાકાર કરશે Budget

નાણાકીય મંત્રી અરુણ જેટલીએ મોદી સરકારનુ ચોથુ બજેટ રજુ કર્યુ. આ વખતે દરેક વખતની જેમ બજેટે ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયામાં નહી પણ ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રજુ થયુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેટલી દ્વારા રજુ કરવામાં આવેલ બજેટના વખાણ કર્યા. આ બજેટને ઐતિહાસિક બતાવતા પીએમ મોદીએ તેને બધાનુ સપનુ સાકાર કરનારુ બજેટ ગણાવ્યુ. 
 
જાણો બજેટ પર શુ બોલ્યા મોદી 
 
- આજે ઐતિહાસિક બજેટ રજુ થયુ 
- આ બજેટથી બધાનુ સપનું સાકાર થશે 
- સરકારનુ લક્ષ્ય 2022 સુધી આપણા દેશમાં ખેડૂતોની આવક બમણી કરવાની છે. 
- બજેટમાં સૌથી વધુ જોર ખેડૂત, ગામ, ગરીબ, દલિત, પીડિત પર આપવામાં આવ્યુ 
- સ્વચ્છ ભારત મિશન આ બધુ ગામના વિકાસમાં ભૂમિકા ભજવશે 
- નોકરી માટે અવસર પેદા કરનારુ સેક્ટર 
- અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારાઓને સંગઠિત ક્ષેત્રમાં લાવવા માટે જ બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. 
- બજેટમાં મહિલા કલ્યાણનુ પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યુ છે. 
- આર્થિક વિકાસમાં તેજી લાવવા અને હાઉસિંગ નએ આઉટસોર્સિગ સેક્ટરની ખૂબ મોટી ભૂમિકા છે. 
- આ બજેટ હાઉસિંગ સેક્ટરમાં મજબૂતી લાવનારુ છે. 
- બજેટથી અર્થ વ્યવસ્થાને મજબૂતી મળશે 
- રેલવે સુરક્ષા માટે વિશેષ જોગવાઈ 
- ડિઝિટલ લેવદદેવડથી ટેક્સ ચોરી રોકાશે 
- રોજગારની અવસર વધશે. ખાનગી રોકાણકારોને ફાયદો થશે 
- વ્યક્તિગત ઈનકમ ટેક્સને ઓછી કરવાની વ્યવસ્થા 
- કાળુનાણુ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે. 
- બજેટથી ઉદ્યોગ ધંધાને મદદ મળશે.