શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 21 જાન્યુઆરી 2019 (12:10 IST)

Mehul Choksi: પીએનબી ફ્રોડના આરોપી મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડી, પાસપોર્ટ કર્ય સરેંડર

પીએનબી ફ્રોડના આરોપી મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. તેણે એંટીગુઆમાં પોતાના ભારતીય પાસપોર્ટ સરેંડર કરી દીધુ છે. આવુ તેણે ભારત પ્રત્યર્પણથી બચવા માટે કર્યુ છે. આ સાથે જ તેણે 177 ડોલર પણ જમા કર્યા છે. મેહુલ ચોક્સીએ પોતાના પાસપોર્ટ જેનો નંબર Z3396732 છે તે જે હાઈ કમિશનમાં જમા કરાવ્યો હતો  ચોક્સીએ પોતાનો પાસપોર્ટ ભારતીય હાઈ કમીશનમાં જઈને સરેંડર કર્યો. તેણે પોતાનો નવો એડ્રેસ જૉલી હાર્બર માર્ક્સ, એંટીગુઆ લખાવ્યો છે. 
 
ચોકસીના પ્રત્યર્પણમાં લાગેલી સરકાર માટે આ ઝાટકા સમાન મનાય છે. આપને જણાવી દઇએ કે પાછલી સુનવણીમાં ચોકસીએ કોર્ટમાં પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતા કહ્યું હતું કે ફ્લાઇટમાં 41 કલાકની સફર કરી ભારત આવી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે ચોકસીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ (PMLA) સ્પેશયલ કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરાયેલ અરજીના જવાબમાં આ વાત કહી હતી.
 
બીજી બાજુ સરકારે નીરવ મોદી કૌભાડમાં ઘેરાયેલા પંજાબ નેશનલ બેંકના બે કર્મચારીને બેંકના કામકાજ પર સમગ્ર નજર અને નિયંત્રણ મુકવાની જવાબદારીમાઅં નિષ્ફળ રહેવાના આધાર પર તેમને નોકરીમાંથી બરતરફ કર્યા છે.  ઉલ્લેખનીય છે કે સીબીઆઈ જેવી સુરક્ષા એજન્સીઓએ પીએનબી સ્કેમના કેસની તપાસમાં જોડાયેલ છે. ઇડીએ અત્યાર સુધી મેહુલ ચોકસી અને નીરવ મોદીની કુલ 4765 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી લીધી છે.