બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (15:08 IST)

દિવાળી પહેલા જ હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે, નોઈડા અને ગાઝિયાબાદમાં AQI ખતરનાક ઝોનમાં પહોંચી ગયું છે

સર્વોચ્ચ અદાલતએ  પ્રદૂષણમુક્ત પર્યાવરણએ નાગરિકનો બંધારણીય અધિકાર
દિલ્હીમાં વાયુપ્રદૂષણ મુદ્દે બુધવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થઈ હતી. એ દરમિયાન અદલાતે અવલોક્યું હતું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રદૂષણમુક્ત પર્યાવરણએ નાગરિકોનો અધિકાર છે.
 
જસ્ટિસ અભય ઓક્કા, જસ્ટિસ એ. અમાનુલ્લાહ તથા જસ્ટિસ ઑગસ્ટિન જ્યૉર્જ મસીહની બૅન્ચે અવલોક્યું હતું કે પરાળ બાળવીએ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ અનુચ્છેદ 21 હેઠળ આપવામાં નાગરિકોના 
 
મૂળભૂત અધિકારનો ભંગ છે.
 
કાયદાકીય બાબતોનું રિપૉર્ટિંગ કરતી વૅબસાઇટ લાઇવ-લૉના અહેવાલ પ્રમાણે, બૅન્ચે કેન્દ્ર સરકાર, પંજાબ સરકાર તથા હરિયાણા સરકારની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
 
બંને રાજ્ય સરકારો દ્વારા તમામ પ્રદૂષણકર્તા સામે એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને મોટાભાગના કિસ્સામાં સામાન્ય દંડ લઈને છોડી દેવામાં આવે છે. અદાલતે અવલોક્યું હતું કે 'દંડ લઈને તમે જાણે પ્રદૂષણ ફેલાવવાનો પરવાનો આપી દીધો છે.'
 
અમુક લોકો સામે એફઆઈઆર દાખલ કરવા તથા અમુક લોકોને માત્ર દંડ લઈને છોડી મૂકવા અંગે પણ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સવાલ ઉઠાવ્યા હતા.
 
પરાળ બાળનાર ખેડૂતો સામે રાજ્ય સરકારો રાજકીય કારણોસર પગલાં લઈ ન રહી હોવાનું પણ અદાલતે અવલોક્યું હતું.