મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: વારાણસી. , શનિવાર, 19 ઑગસ્ટ 2017 (11:05 IST)

UP - વારાણસીના રસ્તા પર PM મોદી ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં તેમના લાપતા થવાના પોસ્ટર દિવાલો પર લગાવાયા છે. આ પોસ્ટરમાં પીએમ મોદીની તસ્વીર લગાવાઈ છે. સાથે જ લખ્યુ છે કે જાને વો કોન સા દેશ જહા તુમ ચલે ગયે.. જો કે આ પોસ્ટર લગાવનારાનુ નામ નથી લખવામાં અવ્યુ. 
 
પોસ્ટર નીચે લખ્યું છે કે, લાચાર, મજબુર અને હતાશ કાશીવાસી. ત્યાં વારાણસીમાં પીએમ મોદીના ગુમ થયાના પોસ્ટર લગાવ્યાની સુચના મળતા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ. પોલીસે તરત જ મોડી રાતે આ પોસ્ટર હટાવી દીધા હતા. હાલમાં પોસ્ટર લગાનારની કોઈ જ જાણકારી નથી. આ પોસ્ટરમાં એ પણ લખવામાં આવ્યુ છે કે, મોદીની ખબર ના મળે તો મજબૂરીમાં ગુમ થયાની રિપોર્ટ દાખલ કરવા કાશીવાસીઓને મજબૂર થશે.