સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2023 (11:42 IST)

પીએમ મોદીના નિકટના નેતાનુ થયુ નિધન, ગુજરાતથી કાશી સુધી આપ્યો હતો સાથ

suneel oza
suneel oza
પીએમ મોદીના નિકટના નેતાઓમાં સામેલ સુનીલભાઈ ઓઝાનુ બુધવારે નિધન થઈ ગયુ. તબિયત બગડ્યા પછી ઓઝાને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી જ તેમણે અંતિમ શ્વાસ લીધા.  સુનીલ ઓઝા કાશી ક્ષેત્રના પૂર્વ સંયોજક હતા. બીજી બાજુ ભાજપાએ તેમને વર્તમાનમાં ભાજપાના બિહાર પ્રભારીની જવાબદારી આપી રાખી હતી. 
 
પીએમ મોદીના નિકસ્થ 
સુનીલ ઓઝા એ ખૂબ જ ઓછા નેતઓના લિસ્ટમાં હતા જેમને પીએમ મોદીને ડાયરેક્ટ મળવાની મંજુરી હતી. તેઓ કાશી ક્ષેત્રના પૂર્વ સંયોજક પણ રહી ચુક્યા હતા. વર્ષ 2014માં જ્યારે પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારે સુનીલ ઓઝા ચૂંટણીની રણનીતિ બનાવવા મા ટે ગુજરાતથી કાશી પહોચ્યા હતા. ત્યારબ આદ તેઓ કાશીમાં જ રહી ગયા.  વારાણસી-મિર્જાપુરના બોર્ડરના ગઢૌલી ધામને લઈને પણ ઓઝા ચર્ચામાં આવ્યા હતા. 
 
બે વાર રહી ચુક્યા છે વિધાયક 
સુનીલ ઓઝા ગુજરાતની 10મી અને 11મી વિધાનસભામાં ભાવનગર દક્ષિણ સીટ પરથી બે વારના ધારાસભ્ય હતા. એક સમયે ભાવનગર કોંગ્રેસનુ મોટો ગઢ હતુ. જો કે આ ગઢને ફતેહ કરવાનો શ્રેય સુનીલ ઓઝાને જ જાય છે જે આજ સુધી કાયમ છે. તેઓ લગભગ 20 વર્ષથી પીએમ મોદી સાથે હતા. આ કારણે પીએમને તેમના પર ઘણો વિશ્વાસ હતો. 


 
જેપી નડ્ડાએ વ્યક્ત કર્યુ દુ:ખ 
 સુનીલ ઓઝાના નિધન પર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દુખ બતાવ્યુ છે. તેમણે લખ્યુ - ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા બિહાર ભાજપાના સહ-પ્રભારી સુનીલ ઓઝા જીનુ આકસ્મિત નિધન અત્યંત દુખદ છે. ઓઝા જીનુ સંપૂર્ણ જીવન જનસેવા અને સંગઠનને સમર્પિત રહ્યુ. તેમનુ જવુ ભાજપા પરિવાર માટે અપૂરણીય ક્ષતિ છે. હુ શોકાકુલ પરિજનો પ્રત્યે સંવેદના પ્રકટ કરુ છુ અને દિવંગત આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરુ છુ.