શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (10:37 IST)

પુલવામાના દોષીને મળી જામીન, રાજનીતિક ફાયદો ઉઠાવીને BJP એ બનાવી લીધી સરકાર - કોંગ્રેસ

દિલ્હીની સ્પેશ્યલ એનઆઈએ કોર્ટે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ષડયંત્રમાં સામેલ હોવાના આરોપી યૂસૂફ ચોપનને જામીન આપી દીધી છે. જેને લઈને કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રની બીજેપી સરકાર પર જોરદાર હુમલો બોલ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ યુસૂફ ચોપનને પુલવામા આતંકા હુમલાન દોષી બતાવતા કહ્યુ કે પુલવામાં હુમલાના દોષીને જામીન મળી ગઈ છે. કારણ કે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજંસી એ ન તો પુરાવા એકત્ર કર્યા કે ન તો આરોપત્ર દાખલ કર્યા. 
 
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ સરકારને નિશાન સાધતા કહ્યુ કે ભારતીય જનતા પર્ટીએ પુલવામાં આતંકી હુમલા પર રાજનીતિક ફાયદો ઉઠાવી લીધો અને સરકાર પણ બનાવી લીધી. હવે દેશ અને શહીદોના બલિદાનની મોદી સરકારને ક્યા ચિંતા છે. ? આ દેશદ્રોહ નથી તો શુ છે ? સૂરજેવાલાએ પુલવામાં આતંકી હુમલાને લઈને મોદી સરકાર પર ચાર સવાલ પણ દાગ્યા છે. તેમણે ટ્વિટર પર લખ્યુ 
 
દેશ અને શહીદ પરિવારોને સીધો સવાલ 
 
1. શુ આની સીધી જવાબદારી ગૃહમંત્રીની નથી ?
2. શુ ત્યારબાદ પણ અમિત શાહને પદથી બહાર ન કરવા જોઈએ ?
3. શુ NIA પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી ન હોવી કરવી જોઈએ ?
4. શુ મોદી જી મૌન રહેશે કે શહીદોના પરિવારોને જવાબ આપશે ? 
 
યુસુફ ચોપનને લઈને એનઆઈએ શુ સફાઈ આપી ?
 
બીજી બાજુ યુસુફ ચોપનને પુલવામા આતંકી હુમલાના આરોપી બતાવતા એનઆઈએ સ્પષ્ટતા કરી છે. એનઆઈએ કહ્યુ કે કેટલીમ મીડિયા રિપોર્ટમાં યુસુફ ચોપનને પુલવામાં આતંકી હુમલાના આરોપી બતાવવામાં આવી રહ્યો છે પણ હકીકત આ નથી. યુસુફ ચોપનને પુલવામા આતંકી હુમલામાં ક્યારેય ધરપકડ નહોતી કરાઈ.  જો કે તેમને જૈશ એ મોહમ્મદના ષડયંત્ર મામલે 6 લોકોની સાથે ધરપકડ કરવામાં આવી હતી