શનિવાર, 9 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરદાસપુર , બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (18:14 IST)

પંજાબ - ગુરદાસપુરના બટાલાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 17 ના મોત અનેક લોકો કાટમાળમાં દબાયા

.
ગુરદાસપુર જીલ્લાના બટાલા સ્થિત એક ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થઈ ગયો.  આ બ્લાસ્ટમાં 17 લોકોના મોત થયા છે. આ વાતની ચોખવટ એસએસપી ગુરદાસપુરએ કરી છે.  એવુ કહેવાય રહ્યુ છે કે ફેક્ટરીની આસપાસની બે ઈમારતોમાં અનેક લોકો ફસાયા છે. જેણે બહાર કાઢવાનુ કાર્ય ચાલુ છે. ધમાકો એટલો જબરજ્સ્ત હતો કે મૃતકોના શબ ઘટનાસ્થળથી ખૂબ દૂર જઈન જપ્ત થયા. ઘાયલોને ઉપચાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. 
 
મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટ સાથે જ્યા આસપાસની અડધો ડઝન જેટલી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ અને નિકટ ઉભેલી અનેક કાર પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.  આ બ્લાસ્ટને કારણે ફેક્ટરીનો કાટમાળ ખૂબ દૂર જઈને પડ્યો.  સમાચાર લખાતા સુધી ફેક્ટરીમાં નાના મોટા બ્લાસ્ટ થઈ રહ્યા હતા. 
 
પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેંટની ટીમ ઘટના સ્થળ પર રવાના થઈ ગઈ છે.  ઉલ્લેખનીય છે કે  લગભગ બે ત્રણ વર્ષ પહેલા પણ આ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. પણ પ્રશાસને  આ ફેક્ટરીને રહેવાસી વિસ્તારમાંથી બહાર કાઢવાના કોઈ જરૂરી પગલા ન ઉઠાવ્યા. જેનુ પરિણામસ્વરૂપ આજે બટાલાની જનતા પોતાનો જીવ ગુમાવીને ભોગવી રહી છે.