ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 6 એપ્રિલ 2022 (14:23 IST)

'પુષ્પા રાજ' કો ભી ઝૂકના પડા, ટ્રાફિક નિયમ તોડતા આટલા રૂપિયાનો ભરવો પડ્યો દંડ

'Pushpa Raj' also had to pay fine for breaking traffic rules
હૈદરાબાદ પોલીસ સામે 'પુષ્પા રાજ' કો ભી ઝુકના પડા, ટ્રાફિક નિયમ તોડતા આટલા રૂપિયાનો ભરવો પડ્યો દંડ
અલ્લુ અર્જુને ટ્રાફિક રુલ્સ તોડતા હૈદરાબાદ પોલીસે પકડ્યો, 700 રૂપિયાનો દંડ ભરવો પડ્યો
 
ટોલિવૂડ સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) ફિલ્મ 'પુષ્પાઃ (Pushpa) ધ રાઇઝ'ને કારણે ચર્ચામાં હતો. 2021માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. એક્ટરની સાથે સાથે એક્ટ્રેસ રશ્મિકા મંદાના, ફહાદ ફાસિલ તથા સામંથા રૂથ પ્રભુ પણ ચર્ચામાં આવ્યા હતા. 
 
હવે ફિલ્મની જેમ જ રિયલ લાઇફમાં પણ પુષ્પા રાજ એટલે કે અલ્લુ અર્જુને ટ્રાફિક નિયમ તોડ્યો છે અને તેને કારણે દંડ ભરવો પડ્યો છે. હૈદરાબાદ પોલીસે દંડ વસૂલ્યો હતો.
 
આ પહેલાં તેલુગુ ડિરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસ, કલ્યાણ રામ, જુનિયર NTR, માંચુ મનોજને પણ કારમાં કાળો રંગનો કાચ હોવાથી હૈદારબાદ પોલીસ અટકાવ્યા હતા અને દંડ ભરાવ્યો હતો.