1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified બુધવાર, 6 એપ્રિલ 2022 (12:14 IST)

ગુજરાત ભાજપે બાળકો માટે લોન્ચ કરી ખાસ ચોકલેટ, રેપર પર મોદીનો ફોટો

ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે ભાજપે ગરીબ અને કુપોષિત બાળકો માટે પોષક તત્ત્વોથી ભરપૂર ખાસ પ્રકારની ચોકલેટ બનાવી છે. તેમણે કહ્યું કે અમારા નિરંજનભાઈ દ્વારા કુપોષિત બાળકો માટે તૈયાર કરાયેલ ચોકલેટના નમૂના સંસદીય દળની બેઠક પહેલા સાંસદોને આપવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ચોકલેટના રેપર પર ભારતીય જનતા પાર્ટીની પ્રિન્ટ છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર પણ કમળના ચિન્હ સાથે છપાયેલી છે.
 
તો બીજી તરફ ભાજપ સંસદીય દળની બેઠક શરૂ થાય તે પહેલા, ભાજપના તમામ મંત્રીઓ અને સાંસદોને ખાસ ટોપી આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ એ જ ટોપી છે જે વડાપ્રધાન મોદીએ ચાર રાજ્યોની જીત બાદ અમદાવાદમાં રોડ શો દરમિયાન પહેરી હતી. આ સાથે સાંસદોને એનર્જી બૂસ્ટર ચોકલેટ પણ આપવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ કેપ ગુજરાત ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ કેપ પાર્ટીના નેતાઓને ખૂબ જ પસંદ આવી હતી. આ પછી દિલ્હીમાં બીજેપી સંસદીય દળે આ કેપ્સ અને એનર્જી બૂસ્ટર ચોકલેટનો ઓર્ડર આપ્યો. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ ચારસો નેતાઓને આ ટોપી આપવામાં આવી હતી.
 
બેઠક દરમિયાન સાંસદ કેપ પહેરેલા જોવા મળ્યા હતા. ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે આ ટોપી આ સાંસદોને મોકલી હતી. તેના પર ભાજપનો લોગો બનાવવામાં આવ્યો છે. આ સાથે સાંસદોને એનર્જી બૂસ્ટર ચોકલેટ પણ આપવામાં આવી હતી.