રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 એપ્રિલ 2022 (10:02 IST)

ધોરાજીના યુવાને વડાપ્રધાનને પત્ર લખ્યો, પત્રમાં કહ્યું પેટ્રોલ અને ગેસ હપ્તેથી આપો કમરતોડ મોંઘવારીમાં ઘર ચલાવવું મુશ્કેલ

રાજકોટના ધોરાજીના તાલુકાના રહેવાસી સંકેત મકવાણા નામના યુવાને મંગળવારે પ્રાંત અધિકારી કચેરીએ આવેદન આપ્યું હતું જે વાંચીને કર્મચારીઓ પણ અવાચક રહી ગયા હતા કારણ કે, તેમાં પેટ્રોલ અને ગેસનો બાટલો હપ્તેથી આપવાની માંગ કરાઈ હતી. સંકેત પરમારે આ પત્રમાં ગેસ અને પેટ્રોલના જૂના ભાવ અને નવા ભાવ ટાંક્યા હતા અને હાલના સંજોગોમા ભાવ વધારે હોવાથી સામાન્ય નાગરિક પીડાય છે.તેમના પરિવારમાં 4 લોકો છે બાળકોનો ભણતરનો ખર્ચ અને કમરતોડ મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે તેથી પેટ્રોલ અને ગેસનો બાટલો તેમને હપ્તેથી આપવાની પણ સુવિધા આપવામાં આવે તેવી વાત કરી છે. સંકેતે પત્ર ઉપરાંત જણાવ્યું હતું કે, હાલમાં પ્રજા માટે સૌથી મોટી સમસ્યા ઈંધણનો કમરતોડ ભાવવધારો છે તેમાં યોગ્ય નિરાકરણ આવવું જોઈએ.પત્ર લખનારે કહ્યું કે હું ભારત દેશનો રહેવાસી છું અને ધોરાજીમાં રહું છું. આપ સાહેબની સરકાર આવ્યા પછી જે ગેસના બાટલાના 350 રૂપિયા હતા તેના રૂ.1050 થઈ ગયેલ છે. જે પેટ્રોલનો ભાવ 70 રૂપિયા હતો તેના 104 રૂપિયા થઈ ગયા છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું જેથી ઘર ચલાવવું મુશ્કેલ બને છે. મારા પરિવારમાં 4 વ્યક્તિ હોય છોકરાઓને ભણાવવાનો ખર્ચ અને આવી મોંઘવારીમાં ઘર ચલાવી શકાય તેમ ન હોય તો આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે પેટ્રોલ અને ગેસનો બાટલો મને હપ્તેથી આપવામાં આવે.