ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 9 એપ્રિલ 2018 (11:03 IST)

દલિતોના નેતા બનવાની સ્પર્ધા શરૂ - રાજઘાટ પર રાહુલ ગાંધી 5 કલાક માટે ઉપવાસ પર બેસશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને સંસદની કાર્યવાહી ઠપ્પ થવા વિરુદ્ધ પોતાની પાર્ટીના રાષ્ટ્રવ્યાપી અનશન હેઠળ આજે રાજઘાટ પર પ્રદર્શનનુ નેતૃત્વ કરશે. કોંગ્રેસ કાર્યકર્તા બીજેપી સરકાર વિરુદ્ધ અને દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિને પ્રોત્સાહિત કરવા માટે બધા રાજ્ય અને જીલ્લા મુખ્યાલયો પર એકદિવસીય અનશન કરશે. 
 
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાહુલ ગાંધી દિલ્હી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય માકન અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે સીબીએસઈ પેપર લીક, પીએનબી કૌભાંડ, કાવેરી મુદ્દા, આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા અને દલિતો વિરુદ્ધ થઈ રહેલ હુમલા જેવા મહત્વપૂર્ણ વિષયો પર સંસદમાં ચર્ચા કરાવવામાં કેન્દ્ર સરકારની નિષ્ફળતા વિરુદ્ધ ઘરણા કરશે.  
 
શાનિત અને સૌહાર્દ આ દેશની આત્મામાં ભળેલા છે તેને બચાવવા અને પ્રોત્સાહિત કરવાની જવાબદારી કોંગ્રેસની છે. આ છે એ ચિઠ્ઠીની બે લાઈન જે કોંગ્રેસ તરફથી પોતાના બધા રાજ્યોના પદાધિકારીઓને મોકલવામાં આવી છે.  રાહુલ ગાંધીએ પાર્ટીના બધા કાર્યકર્તાઓને રાષ્ટ્રવ્યાપી ઉપવાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપવાસ રાજ્ય અને જીલ્લા મુખ્યાલયો પર 9 એપ્રિલના રોજ રાખવા માટે કહેવામાં આવ્યુ છે. 
 
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખુદ આ વિરોધ પ્રદર્શનની આગેવાની કરશે. તેઓ બાપુની સમાધિ પર એક દિવસનો ઉપવાસ રાખશે. કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ એક દિવસનો ઉપવાસ રાખશે અને તમામ રાજ્યો અને જિલ્લા મુખ્યાલયો પણ પ્રદર્શન કરશે. રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકન અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસનો આરોપ છે કે, મોદી સરકારે સંસદ ન ચાલવા દીધી, તેથી આ કારણે સીબીએસઈ પેપર લીક, પીએનબી કૌભાંડ, કાવેરી મુદ્દો અને આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જા જેવા તમામ મહત્ત્વના મુદ્દા સદનમાં ન ઉઠાવી શકી. ઉપવાસ આંદોલન દરમિયાન કોંગ્રેસ એસસી-એસટી એક્ટમાં કથિત ઢીલ આપવા સાથે જોડાયેલા મુદ્દા, ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ અને યુવાઓના મોહભઁગનો મુદ્દો પણ ઉઠાવશે.
 
બીજેપી સાંસદ 12 એપ્રિલના રોજ ઉપવાસ કરશે 
 
સંસદ સત્રના હંગામાનો આરોપ વિપક્ષ પર મૂકતા સત્તાધારી બીજેપી પક્ષએ પણ એક દિવસના ઉપવાસની જાહેરાત કરી હતી. બીજેપી અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે તેની જાહેરાત કરી હતી. શાહે કહ્યું હતું કે, વિપક્ષના લોકોએ સંસદને બરાબર ચલાવવા ન દીધી અને લોકતંત્રનું ગળુ દબાવ્યું છે. તેના વિરોધમાં 12 એપ્રિલના રોજ તમામ બીજેપી સાંસદ પોતપોતાના લોકસભા ક્ષેત્રોમાં ધરણા કરશે અને એક દિવસનો ઉપવાસ કરશે.