મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 27 ઑગસ્ટ 2018 (12:40 IST)

1984 સિખ રમખાણો પર આપેલ નિવેદન માટે ઉમા ભારતીએ રાહુલને ગણાવ્યા માનસિક રોગી

રાહુલ ગાંધીના 1984ના સિખ રમખાણો માટે નિવેદન પર બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ તેમના પર નિશાન સાધ્યુ છે. મધ્યપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ રાહુલ ગાંધીને માનસિક રોગી ગણાવ્યા છે. તેમણે કહ્યુ ક રાહુલ ગાંધીએ જે કહ્યુ તેના પર કોંગ્રેસ પોતે પણ સહમત નહી થાય. 
 
એક ન્યૂઝ ચેનલ મુજબ રક્ષાબંધના અવસર પર મધ્યપ્રદેશના સિહોરમાં પહોંચેલ ઉમા ભારતીએ કહ્યુ કે જે વ્યક્તિએ એ પણ યાદ નથી રહેતુ કે શુ બોલવાનુ છે શુ કરવાનુ છે, એ વ્યક્તિના માનસિક રૂપથી સ્વસ્થ્ય થવા માટે ભગવાનને પ્રાર્થના કરીશ. તેઓ એક ખૂબ મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. મને એ પાર્ટીની ચિંતા થઈ રહી છે. 
 
કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીનુ એક બેકગ્રાઉંડ રહ્યુ છે. એ પાર્ટીમાં મોતીલાલ નેહરુ, જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા મહાપુરૂષ થયા છે અને આજે એ પાર્ટીમાં એક એવો વ્યક્તિ છે જે માનસિક રૂપથી સ્વસ્થ નથી. આ સંપૂર્ણ રીતે માનસિક અસ્વસ્થતાના લક્ષણ છે. રાહુલ ગાંધીને એ નથી ખબર કે 1984માં શુ થયુ ? તેમણે કહ્યુ કે રમખાણોના બધા કેસ કોંગ્રેસીઓ પર ચલાવ્યા અને અનેકને સજા પણ થઈ. 
 
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ વિદેશી પ્રવાસ પર છે. તેમણે શુક્રવારે બ્રિટનમાં કહ્યુ હતુ કે 1984નાના સિખ રમખાણોમાં કોંગ્રેસ પાર્ટીનો કોઈ સંબંધ નથી. રાહુલે કહ્યુ હતુ કે આ રમખાણો ખૂબ જ દર્દનાક હતા. પણ કોંગ્રેસની તેમા કોઈ અપરાધિક ભૂમિકા નહોતી. રાહુલના આ નિવેદન પર રાજનીતિક ધમાસાન મચ્યુ છે.