ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (10:37 IST)

મહાભારત 2019 - રાહુલ ભાજપા મુક્ત ભારતની વાત કરશે તો હુ સાથે નહી, નિર્ણય લેવામાં સ્લો

પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે આ મહિને અમુદતી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કરી ચુક્યા છે. એક ટોચના અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં  તેમને રાહુલ ગાંધીને લઈને પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે જો રાહુલ ભાજપા મુક્ત ભારતની વાત કરશે  હુ સાથે નથી. સાથે જ તેમણે રાહુલ નિર્ણય લેવામાં ખૂબ સ્લો પણ બતાવ્યા. તેમણે પોતાની કાર્યપધ્ધતિમાં સુધારો કરવાની જરૂર છે. હાર્દિક પટેલના મતે રાહુલ ગાંધીએ કોંગ્રસમાં ઝડપી નિર્ણયો લેવાની જરૂર છે.
 
પાટીદારો સંપન્ન છતા તેમને અનામત કેમ જોઈએ એ સવાલના જવાબમાં તેમણે કહ્યુ કે સંપન્ન પાટીદારોની સંખ્યા ગુજરાતમાં 5 થી 7 ટકા જ છે. બાકી ગામમાં જે પાટીદારો છે તેમને નોકરી માટે શહેરમાં આવવુ પડે છે.  શુ તેઓ લોકસભા 2019ની ચૂંટણી લડશે તો તેમને કહ્યુ કે નહી હુ સમાધાન વગર રાજનીતિમાં નહી આવુ. જ્યારે દરેક વાતનું સમાધાન મારી પાસે રહેશે ત્યારે જ હુ રાજનીતિમાં આવીશ 
 
હાર્દિકના મતે કોંગ્રેસમાં કેટલાક રાજ્યોમાં જૂથબંધી છે, અનેક જગ્યા પર કોંગ્રેસના ઉમેદવાર જ કોંગ્રેસને હરાવે છે, એવા લોકોને પક્ષમાંથી કાઢવા જોઈએ. જો કે રાહુલે ભાજપ સામે રચાનારા મહાગઠબંધનમાં વડાપ્રધાનપદના દાવેદાર તરીકે રાહુલ જ હોવા જોઈએ એવો વ્યક્તિગત મત પણ પ્રગટ કર્યો છે.