શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 19 જૂન 2019 (13:57 IST)

બર્થડે - રાહુલ ગાંધી વિશે જાણો એવી વાતો જે તમે નહી જાણતા હોય

19 જૂનના રોજ રાહુલ ગાંધી 48 વર્ષના થઈ રહ્યા છે. સામાન્ય રીતે રાહુલ ગાંધી પોતાનો જન્મ દિવસ ખૂબ જ વ્યક્તિગત રૂપે ફક્ત મિત્રો સાથે જ ઉજવતા રહ્યા છે. પણ આ વખતે પહેલીવાર એવુ થવા જઈ રહ્યુ છે કે તેઓ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવશે.  આ પ્રક્રિયામાં તેમને આખો દિવસ પાર્ટી ઓફિસમાં સમય વિતાવે એવી અટકળો છે.   યૂથ કોંગ્રેસ, કોંગ્રેસની મહિલા શાખા સહિત પાર્ટી યૂનિટોએ આ અવસર પર અનેક પ્રકારના કાર્યક્રમનુ આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભમાં 2019ની ચૂંટણી તૈયારીઓમાં વ્યસ્ત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે જોડાયેલ કેટલીક અજાણી વાતો પર નાખીએ એક નજર 
એકીડો બ્લેક બેલ્ટ 
 
19 જૂન 1970માં જન્મેલા રાહુલ ગાંધીની રમતમાં રુચિ છે. તેની જાણ ત્યારે થઈ જ્યારે ગયા વર્ષે દિલ્હીના એક કાર્યક્રમમાં બૉક્સર વિજેન્દ્ર કુમારે રાહુલ ગાંધીને પુછ્યુ કે શુ તમને રમતમાં રુચિ છે ? જેના પર કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યુ હતુ કે તેઓ એકીડો (Aikido)માં બ્લેક બેલ્ટ છે. મોટાભાગે મેદાનમાં ઓછામાં ઓછો એક કલાક રમતમાં પરસેવો વહાવે છે.  જેના પર વિજેન્દ્રએ કહ્યુ હતુ કે તમારે તેનો વીડિયો લોકોને શેયર કરવો જોઈએ જેથી લોકો પ્રેરિત થઈ શએક્ જેના જવાબમાં રાહુલે કહ્યુ કે હુ જરૂર આવુ કરીશ. ત્યારે પહેલીવાર લોકોને રાહુલ ગાંધીની આ રમત પ્રત્યેની રૂચિ વિશે જાણ થઈ. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમના એકોડી પોઝીશંસની તસ્વીરો કોંગ્રેસ અને પાર્ટીની સોશિયલ મીડ્યા વિંગને જોનારી દિવ્યા સ્પંદનાએ શેયર કરી. એકીડો જાપાની માર્શલ આર્ટ છે. રાહુલ ગાંધીને બૈડમિંટન રમવામાં  રસ છે. 
 
M.Phil નો અભ્યાસ - રાહુલ ગાંધીએ બ્રિટનની કૈબ્રિજ યૂનિવર્સિટીમાંથી ડેવલોપમેંટ સ્ટડીઝમાં એમફિલ કર્યુ છે. તેમણે અમેરિકાની હાર્વર્ડ યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. અભ્યાસ ખતમ કર્યા પછી તેઓ બ્રિટનમાં મેનેજમેંટ કંસ્લ્ટેંટ્ની જોબ કરી ચુક્યા ચ હે. 2004માં જ્યારે પહેલીવાર અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા તો પોતાના સોગંધનામામાં રજુ કોલમમાં કિસાન લખ્યુ. 2009માં તેને બદલીને સ્ટ્રૈટજિક કંસલ્ટેંટ લખી નાખ્યુ. 
મોમોઝના શોખીન - રાહુલ ગાંધીના નિકટના લોકો મુજબ તેમને સ્ટીમ મોમોઝ ખાવાનો ખૂબ શોખ છે. રાહુલ ગાંધીને વાંચવાનો પણ ખૂબ જ શોખ છે. દિલ્હીમાં તેમને ખાન માર્કેટમાં બરિસ્તાની કૈપિચિનો કોફી પીતા જોઈ શકાય છે.