ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 8 મે 2019 (12:14 IST)

રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ પાસે ફરીથી માંગી માફી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ચોકીદાર ચોર હૈ ટિપ્પણીમાં ખોટી રીતે કોર્ટનો હવાલો આપવાને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોઈપણ જાતની શરત વગર માફી માંગી. 
 
રાહુલે કહ્યુ કે તેઓ કોર્ટનુ ખૂબ સન્માન કરે છે અને પોતાના વિરુદ્ધ ચાલી રહેલ અવમાનનાની કાર્યવાહી બંધ કરવાનો અનુરોધ કર્યો. આ મામલે આગામી સુનાવણી દસ મે ના રોજ થશે. 
 
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના હવાલાથી કહ્યુ હતુ કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધુ છે કે ચોકીદાર ચોર છે. રાહુલ પહેલા પણ 2 વાર આ મામલે હાઈકોર્ટ પાસે માફી માંગી ચુક્યા છે.