શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2019 (14:51 IST)

બિલ્કિસ બાનોને ઘર, નોકરી અને વળતર આપવા સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને આદેશ

ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો બાદ બિલ્કીસ બાનો પર થયેલા ગેંગરેપને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનોને રૂ.50 લાખનું વળતર ચુકવવા, સરકારી નોકરી અને ઘર આપવા આદેશ કર્યો છે. ગુજરાતનાં રમખાણો દરમિયાન 2002ની 3જી માર્ચે અમદાવાદથી 250 કિલોમીટર દૂર આવેલા રણધીકપુર ગામમાં બિલ્કિસના પરિવાર પર ટોળાએ હુમલો કર્યો હતો. તે વખતે 19 વર્ષની બિલ્કિસ પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. હિંસક ટોળાએ બિલ્કિસના પરિવારના 8 લોકોની હત્યા કરી હતી. મૃતકોમાં 3 દિવસનું બાળક પણ સામેલ હતું. સુપ્રીમકોર્ટે 2004ના વર્ષમાં કેસની સુનાવણી મુંબઇમાં ટ્રાન્સફર કરી દીધી હતી.