મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 એપ્રિલ 2019 (14:01 IST)

બેન્કો દ્વારા નોટો ચેક કરવામાં આવે છતાંય બે વર્ષમાં રૂા. 66.68 લાખની નકલી નોટો જમા થઇ

અમદાવાદમાં જુદી જુદી બેન્કોમાં છેલ્લા બે વર્ષમાં રૃા. ૬૬.૬૮ લાખની નકલી નોટો જમા કરવામાં આવી છે. આ અંગ એસઓજીએ નોટો કબજે કરીને નકલી નોટોનુ રેકેટ પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવાનારી વાત તો એ છે કે બેન્કો દ્વારા ખાતા ધારકો પાસેની ચલણી નોટો ચેક કરવામાં આવતી હોય છે છતાં લાખો રૃપિયાના દરની નકલી નોટો બેન્કોમાં જમા થઇ છે. એસઓજી ડીવાયએસપી, બી.સી.સોલંકીના જણાવ્યા મુજબ આજે અમદાવાદની અલગ અલગ કુલ ૧૭ બેન્કમાં ગ્રાહકો દ્વારા રૃા. ૨૦૦૦, ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ના દરની રૃપિયા ૮,૮૨,૧૧૦ દરની કુલ ૨૭૬૨ નોટો ભરવાણામાં જમા થઇ હતી.  તે તમામ નોટો કબજે કરીને પોલીસે નોટોના નંબર ભારતભરની પોલીસની મોકલી આપીને નકલી નોટોનું રેકેટ પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની જુદીજુદી બેન્કોમા અલગ અલગ દરની ચલણી નોટોમાં ૨૦૧૭ના વર્ષમાં ૧.૮૬ લાખ તેમજ ૨૦૧૮ના વર્ષમાં ૪૭ લાખ તથા ચાલુ વર્ષમાં ૧૬ લાખ મળી કુલ રૃા. ૬૬.૬૮ લાખની નકલી નોટો જમા થઇ હતી.