બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (15:12 IST)

Indian Oil માં નોકરી કરવાની તક, 466 પદ પર વેકેંસી, આ રીતે કરો અરજી..

ભારત સરકારની તેલ માર્કેટિંગ કંપની ઈંડિયન ઓયલ કોર્પોરેશન (Indian Oil) એ 466 પદ માટે નોટિફિકેશન કાઢવામાં આવી છે. અરજી કરવાની અંતિમ તારીખ 8 માર્ચ નક્કી કરાઈ છે.  આ ભરતી અપ્રેંટિસ પદ માટે રહેશે.  જેની વય ઓછામાં ઓછી 18 અને અધિકતમ 24 વર્ષ સુધી હોવી જોઈએ. 
 
જો કે અનામત વર્ગને વય સીમામાં છૂટ આપવામાં આવી છે. બધા પર માટે નિમણૂક ગુવાહાટી, બરૌની, ગુજરાત, હલ્દિયા, મથુરા, પાનીપત, દિગબોઈ, બોગાઈગામ, પારાદ્વીપ રિફાઈનરીઓ માટે થશે.  ટ્રેનિંગ દરમિયાન પસંદગીના ઉમેદવારને સ્ટાઈપેંડ પણ આપવામાં આવશે. 
 
શુ છે યોગ્યતા ?
 
1. ટ્રેડ અપ્રેંટિસ (કેમિકલ પ્લાંટ બોયલર) - BSC (ફિજિક્સ, મૈથ્સ, કેમેસ્ટ્રી, ઈંડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી) 
2. ફીટર - 10મુ 2 વર્ષના ITI સાથે 
3. ટેકનીશિયન કેમિકલ/મૈકેનિકલ/ ઈલેક્ટ્રિકલ/ ઈંસ્ટ્રુમેટેશન - સંબંધિત વિષયમાં 3 વર્ષનો ડિપ્લોમા. 
4. ટ્રેડ અપ્રેટિંસ સેક્રેટિરિયલ અસિસ્ટેંટ - BA/B.SC/B.COM 
 
12 મહિનાનુ થશે ટ્રેનિંગ 
 
ટ્રેડ અપ્રેટિસ સેક્રેટેરિયલ અસિસ્ટેંટ પોસ્ટને છોડીને પસંદગીના ઉમેદવારોને 12 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે.   ટ્રેડ અપ્રેટિંસ સેક્રેટેરિયલ અસિસ્ટેંટ માટે ટ્રેનિંગ પીરિયડ 15 મહિનાનો છે.
 
આ રીતે થશે પસંદગી 
 
સિલેક્શનનો પ્રથમ આધાર લેખિત પરીક્ષા છે. લેખિતમાં પસંદગીના ઉમેદવારોનો ઈંટરવ્યુ થશે. જે ઉમેદવારોની પસંદગી છેવટે થશે તેમને ટ્રૈનિગ દરમિયાન અપ્રેંટિસેજ એક્ટ હેઠળ સંબંધિત રાજ્યમાં લાગૂ મિનિમમ વેજેસના તય પરસેંટેજના બરાબર અમાઉટ સ્ટાઈપેંડના રૂપમાં મળશે. રિફાઈનરીની તરફથી દર મહિને 2500 અલગથી મળશે. વધુ માહિતી માટે https://www.iocl.com/  લોગઈન કર્રી શકો છો.