શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (12:28 IST)

અનિલ અંબાની અવમાનના કેસના દોષી, 4 અઠવાડિયામાં ચુકાવે બાકી રકમ, નહી તો જવુ પડશે જેલ - SC

એરિક્શનના બાકી મામલે અનિલ અંબાનીને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે રિલાયંસ કમ્યુનિકેશંસના ચેયરમેન અનિલ અંબાની અને બે અન્ય નિદેશકોને કોર્ટની અવમાનના કરવા બદલ દોષી સાબિત કરતા તેમને ચાર અઠવાડિયામાં સ્વીડિશ કંપની એરિક્શનની બાકી રકમ ચુકવવાનો આદેશ આપ્યો છે. 
 
કોર્ટે અનિલ અંબાનીને ચાર અઠવાડિયાની અંદર એરિક્શનની 453 કરોડ રૂપિયાની બાકી રકમની ચુકવણી કરવાનો આદેશ આપ્યો. જસ્ટિસ આર એફ નરીમન અને વિનીત સરનની બેચે કહ્યુ કે જો અનિલ અંબાની આવુ નથી કરતા તો તેમને ત્રણ મહિના જેલમાં રહેવુ પડશે. 
 
આ સાથે જ કોર્ટે અનિલ અંબાની અને બે અન્ય નિદેશકો પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો. કોર્ટે કહ્યુ કે જો આ દંડની રકમની ચુકવણી ન કરી તો તેને એક મહિનાની જેલની સજા થશે. 
 
ત્યારબાદ જો પેમેંટ ડિફોલ્ટ કરવામાં આવ્યુ તો અનિલ અંબાનીને 3 મહિનાની જેલ થઈ શકે છે.  આ સાથે જ સુપ્રીમ કોર્ટે અનિલ અંબાની પર 1 કરોડનો દંડ લગાવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અનિલ અંબાનીનુ વલણ બેદરકારી ભર્યુ રહ્યુ છે.