બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (12:01 IST)

રાફેલ પર બોલ્યા રાહુલ ગાંધી.. પીએમ મોદી અનિલ અંબાણીના મિડિલ મેનની જેમ કામ કરી રહ્યા હતા

રાફેલ રક્ષા સોદાને લઈને કોંગ્રેસ મોદી સરકાર પર હુમલાવર છે. ધ હિન્દુની રિપોર્ટના હવાલાથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર આ રાફેલ સોદાના ગોટાળાનો આરોપ લગાવી રહી છે અને અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાની પણ વાત કરી રહી છે. મંગળવારે એકવાર ફરીથી રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફ્રેસ કરી મોદી સરકાર પર હુમલો બોલ્યો. રાહુલ ગાંધીએ કહ્યુ કે હવે સ્પષ્ટ થઈ ગયુ છેકે રાફેલ સોદામાં ગોટાળો થયો છે.  એક ઈમેલ સામે આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી અનિલ અંબાનીના મિડલ મૈનની જેમ કામ કરી રહ્યા હતા.