શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 1 નવેમ્બર 2017 (14:45 IST)

રાહુલ ગાંધીનું એંગ્રી યંગમેન લુક... જુઓ કેવી રીતે દાવપેચથી વિરોધીને પટક્યો

રાહુલ ગાંધી વર્તમન દિવસોમાં એક જુદા જ રૂપમાં દેખાય રહ્યા છે. એક બાજુ તેઓ ટ્વિટર પર પ્રધાનમંત્રીને પડકાર આપવાની એક પણ તક છોડતા નથી તો બીજી બાજુ હાલ તેઓ સોશિયલ મીડિયા પર પણ તેમનુ એક જુદુ જ શક્તિશાળી રૂપ દેખાય રહ્યુ છે. 
ઉલ્લેખનીય છે કે આમ તો રાહુલ અકીડો નામના જાપાની માર્શલ આર્ટમાં પારંગત છે અને હવે તેમણે પોતાના આ ગુણને સાર્વજનિક પણ કરવુ શરૂ કરી દીધુ છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીના અકીડો ટ્રેનિંગ સેશનના ફોટા વાયરલ થઈ રહ્યા છે.  તેમા રાહુલ પોતાના અકીડો સેંસઈ (કોચ) પારિતોસકર સાથે પ્રેકટિસ બાઉટ કરી રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસ પ્રવક્તા  પ્રિયંકા ચતુર્વેદીએ પણ ટ્વેટ કરીને બતાવ્યુ હતુ કે રાહુલ ગાંધી અકીડોમાં બ્લેક બેલ્ટ છે. 
તેમા તેમણે સહેલાઈથી કાંડો પકડીને પોતાના કોચ ને જ જમીન સુંધાવી દીધી. 
 
તો શુ હવે એ માની શકાય છેકે રાહુલ હવે પોતાના વિરોધીઓ સાથે બે બે હાથ કરવા તૈયાર છે. હા પરિણામ માટે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ કે પછી 2019ના લોકસભા ચૂંટણી સુધી તો રાહ જોવી જ પડશે.