શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (12:27 IST)

મોદી પણ રાહુલની જેમ ગુજરાતમાં રેલીઓ કરશે. ભાજપ માટે સોશિયલ મીડિયા માથાનો દુઃખાવો સાબિત થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતનું રાજકારણ વધુ ગરમાઈ રહ્યું છે, કોંગ્રેસ અને ભાજપના નેતાઓના ગુજરાતમાં આંટા પણ વધી રહ્યા છે. ફરી સત્તામાં આવવા માટે ભાજપ કોઈ કસર છોડવા માગતું નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોટી ભાજપ માટે મોટો ચહેરો છે ત્યારે ભાજપ દ્વારા મોદી ગુજરાતમાં આવતા રહે તેના માટે ખાસ આયોજનો અને કાર્યક્રમો ગોઠવવામાં આવી રહ્યા છે. ભાજપે કરેલા પ્લાન મુજબ વડાપ્રધાન મોદી ચૂંટણી પહેલા 15થી 18 જેટલા જુદા-જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કાર્યક્રમોમાં સોશિયલ મીડિયા ટાઉનહોલથી લઈને રોડશો અને રેલીના આયોજનો છે જે ચૂંટણી પહેલા યોજાવાના છે. જેમાં દિવાળીની આસપાસ વડાપ્રધાન મોદીના ગુજરાતમાં રોડશો અને રેલીઓ ગોઠવવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં બનેલી કેટલીક ઘટનાઓના કારણે ગુજરાત સરકાર પર આંગળી ઉઠી રહી છે, આ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતમાં થયેલા વિકાસને આગળ કરીને પ્રજાને મનાવવાના પ્રયાસો માટે વડાપ્રધાન મોદીનો ચહેરો આગળ ધરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં નોટબંધીથી GST, અને પાટીદાર અનામત આંદોલન, ઉનાકાંડ, અને વરસાદ પછી ખખડધજ થયેલા રોડ બાદ શરુ થયેલા સોશિયલ મીડિયા કેમ્પેન ‘વિકાસ ગાંડો થયો છે’ તે ગુજરાત સરકાર માટે આગામી ચૂંટણીમાં પડકારજનક મુદ્દોઓ છે. ભાજપના જ સુત્રો એવું કહી રહ્યાં છે કે રાહુલ ગાંધીની સોશિયલ મીડિયામાં મજાક ઉડી રહી છે. તો હાલમાં જે વિકાસની વાતો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે તેને જોતાં મોદીની પણ મજાક બને તો કહેવાય નહીં કારણ કે સોશિયલ મીડિયા હાલમાં ભાજપ વિરોધી દેખાઈ રહ્યું છે.