શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 6 ઑક્ટોબર 2018 (14:11 IST)

ચૂંટણીની તારીખના એલાન પહેલા રાજસ્થાન સરકારની ખેડૂતોને મોટી ભેટ

ચૂંટણી પંચ આજે રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખનુ એલાન કરવા જઈ રહ્યુ છે. આ પહેલા રાજસ્થાન સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે. રાજ્યની મુખ્યમંત્રી વસુંદરા રાજેએ અજમેર રેલીમાં ખેડૂતોને મફત વીજળી આપવાનુ એલાન કર્યુ છે. 
 
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે 50 વર્ષ કોંગ્રેસને મળ્યા, જે વિકાસ 5 વર્ષની અંદર અમે આજે જોયો છે તે પહેલા અમને ક્યાય જોવા ન મળ્યો. વસુંધરા રાજે છેલ્લા દોઢ મહિનાથી રાજસ્થાનમાં ગૌરવ યાત્રા કાઢી રહ્યા હતા. 
 
આ યાત્રાના ક્રમમાં સીએમ રાજેએ રાજ્સ્થાનના જુદા જુદા જીલ્લાની પણ મુલાકાત કરી હતી. પૂર્વમાં આ યાત્રામાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ સહિત બીજેપીના અનેક નેતા સામેલ થયા હતા અને હવે તેના સમાપન સમારંભ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ જનસભામાં હાજરી આપી.