MP, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમ Election માટે આજે તારીખની જાહેરાત થવાની શક્યતા

Last Updated: શનિવાર, 6 ઑક્ટોબર 2018 (13:27 IST)
ચૂંટણી પંચ શનિવારની બપોરે ત્રણ વાગ્યે કરવા જઈ રહ્યુ છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકાય છે. ચૂંટણી પંચે શનિવારે બપોરે સંવાદદાતા સંમેલન ત્રણ વાગ્યે બોલાવ્યુ છે. આ અગાઉ 12 વાગ્યાનો સમય હતો પણ પછી સમય બદલીને 3 વાગ્યાનો કરવામાં આવ્યો. 2019ના લોકસભા ચૂંટણી માટે આ રાજ્યોની ચૂંટણીને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ રાજ્યોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તિસગઠ અને મિઝોરમનો સમાવેશ થાય છે. આ ચારેય રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ ટૂંક સમયમાં પુરો થઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આ રાજ્યોમાં ચૂંટણી યોજવવાની શક્યતા છે. જોકે તેલંગાનાના મુખ્યમંત્રી કેસીઆર સમય પહેલા જ વિધાનસભા ભંગ કરી ચુક્યા છે. તેલંગાણામાં આગામી વર્ષે ચૂંટણી યોજાવવાની હતી. પરંતુ હવે ચાર રાજ્યોની સાથો સાથ તેલંગાણામાં પણ ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તિસગઢ જેવા મોટા રાજ્યોમાં ભાજપની સરકાર છે. જ્યારે મિઝોરમમાં કોંગ્રેસ સત્તામાં છે. રાજસ્થાન, મધ્ય પ્રદેહ અને છત્તિસગઢમાં મુખ્ય રૂપે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુલાબલો રહેશે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષોએ આ રાજ્યોમાં પોતપોતાની તૈયારીઓ શરૂ કરી જ દીધી છે.આ પણ વાંચો :