શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : મંગળવાર, 14 નવેમ્બર 2017 (11:33 IST)

ગુજરાતમાં લગ્ન સિઝનને લઈને ચૂંટણીની તારીખ આગળ વધારવા માંગ કરાઈ - સુત્ર

ગુજરાતમાં ચૂંટણી ટાણે 25 હજારથી વધુ લગ્ન હોવાથી મતદાનમાં અસર થઈ શકે છે જે હેતું થી ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તારીખો પાછી ઠેલવવા ભલામણ કરવામાં આવી હોવાનું રાજકિય સુત્રો ચર્ચી રહ્યાં છે.  પાર્ટીઓનું કહેવું છે કે રાજ્યમાં 14 ડિસેમ્બર બાદ ચૂંટણી કરાવવામાં આવે. લગ્નની સિઝનને જોતા આ માંગ કરવામાં આવી રહી છે. 

પંડિતોનું માનીએ તો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયા ન લગભગ 25000 લગ્ન થનાર છે. મોટાભાગના લગ્ન નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં થનાર છે. આ કારણથી વિધાનસભા ચૂંટણીમાં વોટિંગની ટકાવાળી ઘટી શકે છે.  ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થનાર છે.  મોટાભાગના લગ્ન 23 નવેમ્બર થી 12 ડિસેમ્બરની વચ્ચે થઇ રહ્યા છે. સૌથી વધારે મૂહૂર્ત નવેમ્બર મહિનાના છ દિવસ અને ડિસેમ્બર મહિનાના ચાર દિવસમાં છે. 14 ડિસેમ્બરથી મુહૂર્ત છે આ મુહૂર્તમાં લગ્ન ઓછા થશે. હજી કોણે આ માંગ કરી છે તે અંગે કોઈ ખુલાસો થઈ શક્યો નથી.