શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 13 નવેમ્બર 2017 (16:42 IST)

આદિવાસી નેતા છોટુ વસાવા માટે કોંગ્રેસ છ બેઠક પર પોતાના મુરતીયા નહીં ઊભા રાખે - સુત્રો

ગુજરાતમાં કોંગ્રેસ સતત 22 વર્ષથી સત્તામાં નથી કારણ કે તેના નેતાઓની જૂથબંધી કોંગ્રેસને હરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. પરંતુ આ વખતે કોંગ્રેસનો દાવ કંઈક ઓર જ જોવા મળ્યો છે. કોંગ્રેસ હાઈ કમાન્ડ આ વખતે ગુજરાતના એકપણ નેતાનું કહ્યું સાંભળવાનો નથી અને સરવે પ્રમાણે જે બેઠક પર સરળતાથી વિજય મળતો હોય અથવા તો ગઠબંધનથી ફાયદો થતો હોય તે પ્રમાણે આગળ વધવા માંગે છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ ગુજરાતી વેબસાઈટોના એક રીપોર્ટમાં જોવા મળ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના નેતા છોટુ વસાવા સાથે કોંગ્રેસ ગઠબંધન કરીને ત્યાંની છ સીટો પર ચૂંટણી લડવા માટે પોતાના મૂરતીયા નહીં ઉભા રાખે. કોંગ્રેસે આ બાબતે પૂરો અભ્યાસ કરીને  એવુ નક્કી કર્યું  છે કે છોટુ વસાવા ટ્રાઈબલ પાર્ટીના નેઝા હેઠળ ચુટણીમાં ઝંપલાવશે અને કોંગ્રેસ ટ્રાઈબલ પાર્ટીને છ બેઠકો આપશે, આ બેઠખો ભરૂચ જિલ્લાની છે, જયા આદિવાસીઓની સંખ્યા વિશેષ અને વસાવાનો દબદબો છે. આ તમામ બેઠકો ઉપર કોંગ્રેસ પોતાનો એક પણ ઉમેદવાર ઉભો રાખશે નહીં, જેના બદલામાં છોટુ વસાવા આદિવાસી પટ્ટામાં કોંગ્રેસના પ્રચારમાં આવશે.આ પ્રકારે હાલના તબ્બકે કોંગ્રેસ એનસીપીના જીતી રહેલા બે ઉમેદવાર સામે પણ પોતાનો ઉમેવાર મુકશે નહીં, જો કે એનસીપી હજી વધ બેઠકો ફાળવવાની માગણી કરે છે, પણ કોંગ્રેસ પોતાના અભ્યાસ પછી લાગશે તો એનસીપીના જીતી શકે તેવા ઉમેદવાર સામેથી ખસી જશે, જયારે એક અપક્ષ ઉમેદવાર ડૉ કનુ કલસરીયા સામે કોઈ પણ પ્રકારની શરત મુકયા વગર કોંગ્રેસે ઉમેદવાર નહીં ઉભો રાખવાનો નિર્ણય છે, કલસરીયા જે પણ બેઠક ઉપર ઉભા રહેશે ત્યાંથી કોંગ્રેસ ખસી જશે, હાલના તબક્કે નવ બેઠકો ઉપર ઉમેદવારી નહીં કરવાનો નિર્ણય લીધો છે, પણ સંજોગો અને સ્થિતિ જોતા તેમાં વધારો થઈ શકે છે.