ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (12:30 IST)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આજે જાહેર થાય તેવી શક્યતાઓ

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની આજે સાંજ સુઘીમાં જાહેરાત કરવામાં આવી શકે છે.  બન્ને રાજ્યોમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. બન્ને રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે જ સીધી જંગ થવાની છે. ચૂંટણી પંચ તરફથી એવા સંકેત મળ્યા હતા કે હિમાચલ પ્રદેશમાં એક તબક્કામાં નવેમ્બરમાં જ્યારે ગુજરાતમાં ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી થઈ શકે છે.

આ સિવાય ચૂંટણી પંચ 4 લોકસભા બેઠકો, ગોરખપુર, ફુલપુર, અજમેર, અલવર સહિત કેટલીક વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટેની તૈયારીઓ થઈ રહી છે. નોંધનીય છે કે બે દિવસ માટે ઈલેક્શન કમિશનના ચીફ અચલ કુમાર જ્યોતિ ટીમ સાથે ચૂંટણીની કામગીરીનું નિરિક્ષણ કરવા માટે આવ્યા હતા. અહીં તેમણે અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે મહત્વની બેઠકો પણ યોજી હતી.