શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 22 જૂન 2022 (13:28 IST)

મોત બનીને આવી એબુલેંસ, મોર્નિગ વોક કરવા નીકળેલા બે વિદ્યાર્થીઓને મારી ટક્કર, એકનુ મોત

accident
પુરપાટ ઝડપે દોડતા વાહનો રસ્તામાં મોત બનીને દોડી રહ્યા છે. રાજસ્થાનમાં આવા વાહનોના કારણે સતત અકસ્માતો થઈ રહ્યા છે અને લોકો જીવ ગુમાવી રહ્યા છે. નવો કેસ ભરતપુર જિલ્લાનો છે. અહીં એક ઝડપી એમ્બ્યુલન્સે બે લોકોને ટક્કર મારી હતી, જેમાં એકનું મોત થયું હતું. આના એક દિવસ પહેલા, પાલીમાં એક ખેડૂતનું એક ઝડપી એસયુવીની ટક્કરથી મોત થયું હતું
 
મીડિયિ રિપોર્ટસ  મુજબ નદબઈ-હલૈના રસ્તા પર આ દુર્ઘટના થઈ. એબુલેંસ ચાલકે દારૂ પીધો હતો. વિદ્યાર્થીને ટક્કર માર્યા પછી એંબુલેંસ આગળ પુલિયા સાથે અથડાઈ ગઈ. પોલીસે જણાવ્યુ કે કુમ્હેર પોલીસ મથક ક્ષેત્રના ગામ નગલા સંતા નિવાસી લલિત કુમાર (26) સવારે વોક પર  નીકળ્યા હતા. ત્યારે તેજ ગતિથી આવતી એંબુલેંસે ટક્કર મારી દીધી. ત્યારબાદ એંબુલેંસ ડ્રાઈવરે આગળ ચાલી રહેલા બે મિત્રો રૌનીજા નિવાસી રામેશ્વર સિંહ(17)અને વિશાલ (17) ને પણ ટક્કર મારી. જેમા રામેશ્વર એંબુલેસ સાથે લગભગ 40 ફીટ સુધી ખેંચાયો. રામેશ્વરનુ સારવાર દરમિયાન મોત થયુ. બીજી બાજુ આગળ જઈને એંબુલેંસ પુલિયા સાથે અથડાઈ. ઘાયલ લલિત કુમારને સારવાર માટે જયપુર મોકલવામાં આવ્યો છે. 
 
પોલીસે એમ્બ્યુલન્સ ડ્રાઈવર રાજેશ મીણાને કસ્ટડીમાં લીધો છે અને તેની એમ્બ્યુલન્સ જપ્ત કરી લેવામાં આવી છે. આરોપી જયપુરથી લાવેલા દર્દીને પરત કરવા માટે નાદબાઈ જઈ રહ્યો હતો.