બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 જુલાઈ 2018 (15:23 IST)

12 વર્ષથી ઓછી વયની બાળકીઓ સાથે રેપ કરનારને થશે ફાંસી, કેબિનેટે આપી મંજુરી

કેન્દ્રીય મંત્રીમંડળે 12 વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે બળાત્કારના દોષીઓને મૃત્યુદંડ સહિત અન્ય સજાની જોગવાઈ કરનારા બિલને મંજુરી આપી દીધી છે. ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલ આ બિલને માનસૂન સત્રમાં રજુ કરવામાં આવશે.  કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પત્રકારોને જણાવ્યુ કે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો. સંસદ દ્વારા મંજુરી કરી લીધા પછી અપરાધિક કાયદો બીલ 2018 અપરાધિક કાયદા અધ્યાદેશનુ સ્થાન લેશે જેને ગઈ 21 એપ્રિલના રોજ લાગૂ કરવામાં આવ્યો હતો. 
 
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક સગીર બાળકી સાથે બળાત્કાર અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક મહિલા સાથે બળાત્કારની ઘટનાઓ પર દેશભરમાં આક્રોશ પૈદા થયો. આક્રોશ પછી આ અધ્યાદેશ લાવવામાં આવ્યો હતો.  પ્રસાદે કહ્યુ કે કેબિનેટે ગૃહ મંત્રાલય તરફથી તૈયાર કરવામાં આવેલ બીલના સ્ક્રીપ્ટને મંજુરી આપી. એક અધિકારીએ જણાવ્યુકે બીલમાં 12 વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે બળાત્કારના દોષીઓ માટે સખત સજાની જોગવાઈ છે.  મહિલાઓ સાથે બળાત્કારના દોષીઓ માટે ન્યૂનતમ સજા સાત વર્ષના સશ્રમ જેલથી વધીને 10 વર્ષનુ સશ્રમ જેલ કરી દેવામાં આવી છે.  જેને વધારીને ઉંમરકેદ સુધી કરી શકાય છે. 
 
 
આ ખરડામાં તપાસ અને કેસની જોગવાઈ 
 
ખરડા મુજબ 16 વર્ષથી ઓછી વયની યુવતીઓ સાથે બળાત્કારના મામલામાં ન્યૂનતમ સજા 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામાં આવી  જેને આજીવન કેદ સુધી વધારી શકાય છે.  16 વર્ષથી ઓછી વયની છોકરી સાથે સામુહિક બળાત્કારની સજાના રૂપમાં દોષીને આજીવાન કેદની જોગવાઈ છે.