ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: શનિવાર, 21 ઑગસ્ટ 2021 (16:04 IST)

દિલ્હીમાં રેકોર્ડ વરસાદથી નાળાઓ રસ્તાઓ થયા block

શુક્રવાર રાતથી રાજધાની દિલ્હી અને એનસીઆરમાં રેકોર્ડ મુશળધાર વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે આઇટીઓ, લક્ષ્મી નગર, મિન્ટો બ્રિજ અને દ્વારકા-પાલમ ફ્લાયઓવર સહિત અનેક સ્થળોએ ટ્રાફિક ખોરવાયો હતો. વરસાદના કારણે રસ્તાઓ અને તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી ટ્રાફિક પોલીસે પાણી ભરાવાના કારણે અનેક અન્ડરપાસ બંધ કરી દીધા છે અને મુસાફરોને આ માર્ગોથી બચવા માટે જાણ કરી છે