શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 ડિસેમ્બર 2017 (13:21 IST)

જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી , હાર્દિકની ધરપકડ સામે આંદોલનની ચીમકી

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી શિલજમાં હાર્દિક પટેલના ઘરે મુલાકાત કરી હતી. આ બન્ને આંદોલનથી નેતા બનેલા યુવાનોની મુલાકાત બાદ હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું, જિજ્ઞેશ મેવાણી  અને તેમની ટીમે   મારા નિવાસસ્થાન પર સુભેચ્છા મુલાકાત લીધી, સમાજના અધિકારો માટે લડે છે પણ ગુજરાતની જનતાના અધિકારોની લડાઈમાં પણ અમે બધા સાથે છીએ અને સાથે રહીશું. હાર્દિકે જિજ્ઞેશ મેવાણી પર ભાજપે આતંકી સંગઠન “ISIS સાથે જોડાયેલી સંસ્થા” પાસેથી ફન્ડ લીધું હોવાના મુદ્દે કહ્યું, “ભાજપના નેતાઓ લોકોના મગજમાં કોમવાદી ડર ઘૂસાડવા માગે છે પણ તેઓ એ ભૂલી જાય છે કે અમે ગુજરાતના લોકોના અધિકાર માટે લડત કરીએ છીએ, માટે આ ભાજપનો એજન્ડા કામ નહીં કરે.”હાર્દિક સાથેની મુલાકાત અંગે મેવાણીએ જણાવ્યું, “અમે ચર્ચા કરી કે કઈ રીતે એક થઈને માત્ર દલિત કે પાટીદાર નહીં પણ 6.50 કરોડ ગુજરાતીઓ માટે લડત ચલાવીશું. અમે અમારા આંદોલનો ચાલું રાખીશું અને લોકોના હક માટે ભાજપ સરકાર સામે અમારી લડત ચાલું રાખીશું. જો સરકાર ખોટા કેસમાં હાર્દિકની ધરપકડ કરશે તો તે તેના માટે આંદોલન કરશે.