સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 19 નવેમ્બર 2021 (14:21 IST)

રાકેશ ટિકૈતે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચવામાં આવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી. આ મોટી જાહેરાત બાદ આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચવામાં આવે, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદા રદ કરવામાં આવશે.ગુરુપર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ ખેડૂત વર્ગમાં આનંદનો માહોલ છે. દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર જલેબીનું વિતરણ કરવામાં આવ્યુ. કૃષિ બીલ રદ કરવાની મુખ્ય માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે વડાપ્રધાનની જાહેરાત પર ટ્વીટ કર્યું કે આંદોલન તરત જ પાછું ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ વિધિવત્ત રદ કરવામાં આવશે.