સોમવાર, 11 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (22:50 IST)

Rinky Chakma Death: ફેમિના મિસ ઈન્ડિયા રિંકી ચકમાનું બ્રેસ્ટ કેન્સરથી નીધન, 29 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Rinky Chakma
Rinky Chakma
વર્ષ 2017માં ફેમિના મિસ ઈન્ડિયા ત્રિપુરાની વિનર રહી ચુકેલી રિંકી ચકમાનું નિધન થયું છે. તેના ફેન્સ માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. બુધવારે એટલે કે 28 ફેબ્રુઆરીએ 29 વર્ષની વયે તેણે અંતિમ શ્વાસ લીધા. મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના નિધનની માહિતી આપી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનું મોત  બ્રેસ્ટ કેન્સરને કારણે થયું હતું. તે થોડા સમયથી બીમાર હતી.
 
બ્રેસ્ટ કેન્સર બન્યું મૃત્યુનું કારણ 
રિંકીના મૃત્યુ પાછળનું કારણ બ્રેસ્ટ કેન્સર હોવાનું કહેવાય છે. ફેમિનાના રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં તેને મેલિગ્નન્ટ ફાયલોડ્સ ટ્યુમર હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ તેણે તેનાથી બચવા માટે સર્જરી પણ કરાવી હતી. પરંતુ આ કેન્સર તેના ફેફસાં અને માથામાં ફેલાઈ ગયું અને મગજની ગાંઠનું સ્વરૂપ લઈ લીધું. વાસ્તવમાં, જીવલેણ ફાયલોડ્સ ટ્યુમર બ્રેસ્ટ કેન્સરનું એક સ્વરૂપ છે.
 
 એકલી જ કરી રહી હતી સંઘર્ષ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિંકી છેલ્લા કેટલાક સમયથી એકલી આ બીમારી સામે લડી રહી હતી. આ સમય દરમિયાન તેની સાથે કોઈ નહોતું અને તે છેલ્લા 2 વર્ષથી તેના સ્વાસ્થ્ય અપડેટ્સ જાહેર કરવા માંગતી ન હતી. આ ગાંઠ તેના શરીરના જમણા ભાગમાં ફેલાઈ ગઈ હતી, જેના માટે ડૉક્ટરોએ તેમને કીમોથેરાપી કરાવવાની સલાહ આપી હતી. આ દરમિયાન તેની તબિયત સતત બગડતી રહી હતી. તાજેતરમાં, તેની એક ખાસ મિત્ર, રનર-અપ પ્રિયંકા કુમારીએ પણ ફંડ ભેગું કરવા માટે રિંકીના રીપોર્ટસ શેયર કર્યા હતા.
 
બ્રેસ્ટ કેન્સરથી બચવાના ઉપાયો
-બ્રેસ્ટ કેન્સરથી બચવા માટે, તમારે શારીરિક રીતે સક્રિય રહેવું જોઈએ.
-આ માટે તમારે વજન ઘટાડવાની સાથે દારૂ પીવાની ટેવને પણ નિયંત્રિત કરવી જોઈએ.
-હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી લેવાથી બચો અને તમારા ખાનપાનને પણ હેલ્ધી રાખો.
-આ માટે તમારે નિયમિત રૂપથી એકસરસાઈઝ કરવી જોઈએ.