1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (08:35 IST)

ડિંડોરીમાં પીકઅપ અનિયંત્રિત થઈને પલટી જતાં, 14નાં મોત, 21 ઘાયલ

MP accident news today
Madhya Pradesh Accident : મધ્યપ્રદેશના ડિંડોરીથી એક દુ:ખદ ઘટના સામે આવ્યા છે. જ્યાં એક માર્ગ અકસ્માતમાં 14 લોકોના કરૂણ મોત થયા છે અને લગભગ 21 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે.
 
પ્રાથમિક વિગતો મુજબ શાહપુરા પોલીસ સ્ટેશન અને બિછિયા પોલીસ ચોકી વિસ્તાર હેઠળના બડઝરના ઘાટમાં એક પીકઅપ વાહન નિયંત્રણ બહાર જતાં પલટી મારી જતાં એક સાથે 14 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ અકસ્માતનો ભોગ બનેલા લોકો બેબી શાવરમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા.


 
અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે.

બેબી શાવર કાર્યક્રમમાં ભાગ લેવા માટે શાહપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના અમહી દેવરી ગામથી મસૂરઘુઘારી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેણાંક વિસ્તારમાં ગયા હતા. બધા કાર્યક્રમમાંથી પાછા ફરી રહ્યા હતા. 

Eddited By-Monica sahu