રવિવાર, 21 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (15:29 IST)

ડોલી પહેલા ઉઠી અર્થી - જયમાલાના સ્ટેજ પર દુલ્હનનું મોત

Bride dies on stage
-દુલ્હનની અચાનક તબિયત બગડી અવસાન થયું.
-દુલ્હનને અચાનક ગભરાટ થઈ હતી
-દુલ્હનના મોતને જોઈને વર પણ બેહોશ થઈ ગયો

Punjab News- મામલો પંજાબના ફિરોજપુર જીલ્લાના ગામ સ્વાહવાલાનો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે દુલ્હનની અચાનક તબિયત બગડી અને થોડા સમય પછી તેમનું અવસાન થયું.
 
પંજાબના ફિરોઝપુરમાં, એક દુલ્હનનું ડોળી ઉપાડે તે પહેલાં અર્થી જ ઊઠી ગઈ. જયમાલા સ્ટેજ પર જ દુલ્હનનું મૃત્યુ થયું હતું. દુલ્હનના મોતને જોઈને વર પણ બેહોશ થઈ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કર્યો
 
મંડપમાં ફેરા પછી, દુલ્હનને અચાનક ગભરાટ થવા લાગ્યો અને ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ડોક્ટરે ચેકઅપ કર્યું. થોડા સમય પછી દુલ્હનની તબિયત સારી થઈ ગઈ. સ્વસ્થ થયા પછી, દુલ્હનને જયમાલા માટે સ્ટેજ પર લાવવામાં આવી. માળા બાદ દુલ્હન સ્ટેજ પર સોફા પર બેઠી અને અચાનક બેભાન થઈ ગઈ. થોડી જ વારમાં દુલ્હનનનું સ્ટેજ પર જ મૃત્યુ થઈ ગયું.
 
તૂટી દુલ્હનના મૃત્યુના સમાચાર સાંભળીને વરરાજા બેહોશ થઈ ગયો અને સ્ટેજ પર પડી ગયો. ત્યાં હાજર સ્વજનોએ વરરાજાને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. સંબંધીઓએ જણાવ્યું કે તમામ લગ્ન
 
ધાર્મિક વિધિઓ પૂર્ણ થઈ. દુલ્હન ખુશીથી વર સાથે પોતાનો ફોટો ક્લિક કરાવી રહી હતી. એકાએક દુલ્હનની તબિયત બગડી અને તેના મૃત્યુ બાદ લગ્ન ઘરમાં શોકનો માહોલ છવાયો હતો.