શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (11:49 IST)

ભાભરના મુવાડા ગામે , ખૂખાંર મગરે યુવકને ફાડી ખાધો

panchamahal news
-42 વર્ષીય યુવાનને મગર પાણીમાં ખેંચી જવાની ઘટના 
-તાડિયા ડેમ ખાતે પાણી પીવા કિનારે ઉતરેલા
-  પાવાગઢ પોલીસે બનાવ અંગે કાયદાકીય કાર્યવાહી
 
Panchmahal news- પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભાભરના મુવાડા ગામે  ૪૨ વર્ષીય યુવાનને મગર પાણીમાં ખેંચી જવાની ઘટના બની 
 
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાઘબોડ નજીક આવેલ તાડિયા ડેમ ખાતે પાણી પીવા કિનારે ઉતરેલા વાઘબોડ ગામના ૪૨ વર્ષીય પશુપાલક પર ખૂંખાર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી જઈ ફાડી ખાતા યુવાનનું કરુણ મોત થયું હોવાના બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. જેમાં પાવાગઢ પોલીસે બનાવ અંગે કાયદાકીય કાર્યવાહી કરી છે.