શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: પટના. , બુધવાર, 24 નવેમ્બર 2021 (15:26 IST)

રાજસ્થાનના મંત્રી બોલ્યા, રસ્તા હોય તો કેટરીના કેફના ગાલ જેવા

રાજસ્થાન સરકારમાં મંત્રી રાજેન્દ્ર સિંહ ગુઢાએ એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યુ કે તે પોતાના રાજ્યના માર્ગ કેટરીના કૈફના ગાલ જેવા સુંદર બનાવશે. ઉલ્લેખનીય છ એકે બિહાર અને રાજસ્થાન જ નહી, મઘ્યપ્રદેશ, છત્તીસગઢ અને યુપીના મંત્રી અને નેતા પણ હેમા માલિની પર આવા નિવેદન આપતા રહે છે. 
 
એવુ બતાવાય રહ્યુ છે કે મંગળવારે ઝંઝનુમાં આયોજીત એક કાર્યક્રમમાં મંત્રીએ કહ્યુ કે રસ્તા બનવા જોઈએ હેમા માલિનીના ગાલ જેવા. પણ પછી મંત્રીએ કહ્યુ કે હેમા માલિની તો હવે વૃદ્ધ થઈ ગયા છે. લોકોને પુછ્યુ કે આજકાલ કંઈ અભિનેત્રી ફેમસ છે. લોકોએ કહ્યુ કેટરીના કૈફ. 
 
જેના પર મંત્રીએ પીડબલ્યુડીના અધીક્ષક અભિયંતાને કહ્યુ કે સાંભળો એસઈ સાહેબ, રસ્તાઓ કેટરીના કૈફના ગાલ જેવા બનવા જોઈએ  
 
 
ઉલ્લેખનીય છે કે બસપામાંથી કોંગ્રેસમાં આવેલા મંત્રી રાજેન્દ્ર ગુડા અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. દબંગ ધારાસભ્યની છબી ધરાવતા રાજેન્દ્ર ગુડાને તાજેતરમાં વિસ્તરણ કરાયેલ ગેહલોત કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી બન્યા બાદ ગુડા મંગળવારે પહેલીવાર પોતાના વિધાનસભા ક્ષેત્રમાં આવ્યા હતા. આ દરમિયાન રાજ્ય મંત્રી રાજેન્દ્ર ગુડાએ પાઓંખ ગામમાં તેમના સ્વાગત અને વહીવટી ગામો સાથે અભિયાનમાં લોકોને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. લોકોએ ગુડાથી રોડ બનાવવા માંગ કરી હતી.