આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક- કૃષિ કાયદાઓને વહેલામાં વહેલી તકે રદ કરવાના તેમના વચનને પૂર્ણ કરવા માટે તૈયાર

modi cabinet 3
Last Modified બુધવાર, 24 નવેમ્બર 2021 (10:46 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને વહેલામાં વહેલી તકે રદ કરવાના તેમના વચનને પૂર્ણ કરવા માટે તૈયાર છે. બુધવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક લોકકલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને મળશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે કહ્યું હતું કે કૃષિ મંત્રાલય સંસદના આગામી શિયાળુ સત્રમાં ત્રણ કૃષિ કાયદા પર ચર્ચા કરવાની તારીખો પર વિચાર કરી રહ્યું છે.સૂત્રો મુજબ, આ બેઠકમાં ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પરત ખેંચવા માટે એક બિલ લાવવામાં આવી શકે છે.

મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ગાજીપુર બોર્ડર પર ખેડૂતોએ ભારે જશ્ન મનાવ્યો હતો. રાષ્ટ્રને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાતની સાથે સાથે દેશની માફી પણ માગી હતી. તમને જણાવી દઈએ કે ત્રણેય કૃષિ કાયદાની સામે મુખ્ય રૂપે પંજાબ, -પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહ્યા છે.


આ પણ વાંચો :