સોમનાથ : 'શું હવે સોમનાથનો દરિયો જોવાના પણ પૈસા ?

somnath
Last Updated: બુધવાર, 24 નવેમ્બર 2021 (09:10 IST)

સોમનાથ આવતાં પ્રવાસીઓને દરિયે જવા માટેની કોઈ ફી નહોતી. હવે પાંચ રૂપિયા ફી ચૂકવવી પડે છે.
અલબત્ત, દરિયો નિહાળવા માટે પ્રત્યક્ષ રીતે કોઈ ફી નથી લેવામાં આવતી, પરંતુ દરિયાકાંઠે જે સમુદ્રદર્શન પથ - પ્રૉમોનેડ એટલે કે વૉક વે બનાવવામાં આવ્યો છે ત્યાં જવા માટે ફી લેવાય છે.

ગામમાંથી દરિયે જવું હોય તો એના રસ્તા વાયા વૉક વે થઈને જાય છે. તેથી દરિયે ફરવા જવું હોય તો વૉક વે માટે પૈસા ચૂકવીને પછી જ જઈ શકાય છે. પાંચ રૂપિયાની વૉક વેની ટિકિટ બે કલાક માટે માટે હોય છે.


આ પણ વાંચો :