મંગળવાર, 16 જુલાઈ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (14:05 IST)

તરછોડાયેલા બાળક મળવાનો સિલસિલો યથાવત, હવે ગુજરાતના આ ગામમાંથી નવજાત મળી આવતા ચકચાર

ગુજરાતમાં તરછોડાયેલા બાળક મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવે ફરી એકવાર નવજાત બાળક મળી આવતા હડકંપ મચી ગયો છે..સાબરકાંઠાના તલોદમાંથી એક નવજાત બાળક મળી આવતા ખળભળાટ મચી ગયો છે.. આ બાળકોને કોણ રસ્તે રઝળતા મુકી ગયું તેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે.. 
 
તલોદમાંથ રોડની સાઈડમાં નવજાત ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું જેને લઈને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે, હાલ તો બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે