1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 24 નવેમ્બર 2021 (08:56 IST)

POCSO એક્ટ અંગે મહત્વનો- સગીરાને સ્કીન-ટુ-સ્કીન કોન્ટેક્ટ વગર તેના છાતીના ભાગને અડવું યૌન શોષણ ના કહી શકાય

POCSO Act statement
હકીકતમાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે યૌન શોષણના એક આરોપીને એવુ કહીને નિર્દોષ છોડી દીધો હતો કે, સગીરાને સ્કીન-ટુ-સ્કીન કોન્ટેક્ટ વગર તેના છાતીના ભાગને અડવું યૌન શોષણ ના કહી શકાય. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ખરાબ ઈરાદાથી શરીરના સેક્સ્યુલ ભાગને સ્પર્શ કરવો પોક્સો એક્ટ અંતર્ગત જ માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એવું ના કહી શકાય કે , કપડા ઉપરથી સગીરાનો સ્પર્શ કરવો યૌન શોષણ ના કહેવાય. આવી વ્યાખ્યા બાળકોને શોષણમાંથી બચાવવા માટે બનાવવામાં આવેલા પોક્સો એક્ટનો હેતુ જ ખતમ કરી દે છે. તે સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે નિર્દોષ છોડેલા વ્યક્તિને દોષિત માનવામાં આવે છે. આરોપીને પોક્સો એક્ટ અંતર્ગત 3 વર્ષની સજા આપવામાં આવી છે.
 
વેણુ ગોપાલે કહ્યું કે , આઈપીસી કલમ -354 એક મહિલા સંબંધિત છે તે માત્ર 12 વર્ષની બાળકીના ગુનામાં લાગુ થાય છે એવું નથી . પોક્સે એક ખાસ કાયદો છે , જેનો ઉદ્દેશ તે બાળકોની રક્ષા કરવાનું છે જે વધારે નબળા છે . આ સંજોગોમાં કોઈ એવુ ના કહી શકે કે , આઈપીસીની કલમ -354 ની પ્રકૃતિ સમાન છે . વેણુગોપાલે તર્ક આપ્યો છે કે , બોમ્બે હાઈકોર્ટના નિર્ણયનો અર્થ એ છે કે , જો કોઈ એક વ્યક્તિ હાથમાં સર્જિકલ ગ્લવ્ઝ પહેરીને કોઈ બાળકીનું શોષણ કરે તો તે વ્યક્તિને નિર્દોષ જાહેર કરાશે . તેમણે કહ્યું કે , આવા નિર્ણયોથી અસામાન્ય સંજોગો ઉભા થશે . વેણુગોપાલનું કહેવું છે કે , પોક્સો અંતર્ગત ગુના માટે સ્કીન - ટુ - સ્કીન સંપર્ક થવો જરૂરી નથી . 39 વર્ષના આરોપીએ 12 વર્ષની સગીરાનું શોષણ કરવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટના નાગપુરની છે . ત્યાં રહેતી 16 વર્ષની સગીરા તરફથી આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો . ઘટના સમયે તેની ઉંમર 12 વર્ષની હતી અને આરોપીની ઉંમર 39 વર્ષની હતી . પીડિતાના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર 2016 માં આરોપી સતીશે તેને જમવાનો સામાન આપવાના બહાને ઘરે લઈ ગયો હતો . તેના બ્રેસ્ટને અડવાની અને તેને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો હતો . સેશન કોર્ટે આ કેસમાં પોક્સે એક્ટ અંતર્ગત ત્રણ વર્ષ અને IPC કલમ 356 અંતર્ગત એક વર્ષની સજા આપી હતી . આ બંને સજાઓ એક સાથે થવાની હતી . શું છે પોક્સો એક્ટ ? પોક્સો એક્ટ અંતર્ગત ખરાબ ઈરાદાથી કોઈ બાળકને અડવું અથવા એવી હરકત કરવી કે જેમાં શારીરિક સંપર્ક હોય તે દરેક ગુના પોક્સો એક્ટ અંતર્ગત યૌન શોષણ ગણવામાં આવે છે .