1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 30 જૂન 2021 (12:48 IST)

કોરોના મૃતક પરિવારને વળતર માટે ગાઈડલાઈન બનાવી ન્યૂનતમ રકમ નક્કી કરે સરકાર - સુપ્રીમ કોર્ટ

કોરોનાથી મોત થનારા દર્દીઓના પરિવારને ચાર લાખ રૂપિયાનુ વળતર આપવાની મનગ પર સુપ્રીમ કોર્ટે બુધવારે મોટી વાત કરી. મામલાની સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યુ કે કોરોના મૃતકોના પરિવારને આપવામાં આવનારુ વળતરની રકમ તે નક્કી કરશે પણ સરકારે પીડિતોને ન્યૂનતમ આર્થિક રાહત જરૂર આપવી જોઈએ.  કોર્ટે કહ્યુ કે એનડીએમએ પોતાની સંવૈઘાનિક જવાબદારી નિભાવી શક્યુ નથી. કોર્ટે કોવિડ-19 થી જીવ ગુમાવનારા મૃતકોના પરિવારને વળતર આપવા માટે ગાઈડલાઈન બનાવવાનો આદેશ આપ્યો છે 
 
દરેક પરિવારને 4 લાખ નથી આપી શકતા - સરકાર 
 
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં કોવિડ -19 ને કારણે પોતાનો જીવ ગુમાવનારા દર્દીઓ માટે સરકાર તરફથી 4 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની માંગ કરવામાં આવી છે. પરંતુ સરકારે કહ્યું છે કે તે વળતર રૂપે 4 લાખ ચૂકવવા અસમર્થ છે 
 
વળતરની રકમ નક્કી કરવાનો આદેશ 
થોડા દિવસો પહેલા કોવિડ મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયા વળતર આપવાની માંગ પર કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું છે કે જો તે દરેક પરિવારને આ રકમ આપે તો તેનો વિપદા રાહત ભંડોળ ખાલી થઈ જશે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે રાહત માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) ને ન્યૂનતમ ધોરણો નક્કી કરવાનો આદેશ આપ્યો છે. 
 
કોવિડ મૃતકો માટે ડેથ સર્ટિફિકેટ રજુ કરવામાં આવે 
 
કોર્ટે સરકાર તરફથી કોવિડ 19થી જીવ ગુમાવનારા વ્યક્તિઓ માટે ડેથ સર્ટિફિકેટ રજુ કરવા માટે પણ કહ્યુ છે. કોર્ટનુ કહેવુ છ એકે કોરોના પીડિત દર્દીઓની સારવાર માટે વીમા પોલીસી પણ બનાવી શકાય છે.