શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 22 એપ્રિલ 2021 (12:17 IST)

સીતારામ યેચુરીના મોટા પુત્ર આશીષ યેચુરીનુ નિધન

સીપીએમ મહાસચિવ અને વરિષ્ઠ સીતારામ યેચુરીના પુત્ર આશીષ યેચુરીનુ નિધન થઈ ગયુ છે. તે કોરોનાથી સંક્રમિત હતા. સીતારામ યેચુરીએ પોતે પોતાના ટ્વિટર એકાઉંટ પર આ દુખદ સમાચારની માહિતે આપી. યેચુરીના પુત્રનો ગુરૂગ્રામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આશીષ 9 જૂનના રોજ 35 વર્ષ ના થવાના હતા. 
 
સીતારામ યેચુરીએ ટિ્‌વટ કર્યું હતું કે 'ખૂબ જ દુ:ખ સાથે બતાવવુ પડી રહ્યુ છે કે કોવિડ -19 ને કારણે આજે સવારે મારા મોટા પુત્ર આશિષ યેચુરીનુ નિધન થયુ છે. . હું તે બધા લોકોનો આભાર માનું છું કે જેમણે અમને સાંત્વના આપી અને તેની સારવાર કરી - ડોકટર, નર્સ, ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ, સેનિટાઈઝેશન કામદારો અને અસંખ્ય લોકો કે જેઓ અમારી સેવામાં 24 કલાક  ઉભા રહ્યા. 
 
મેદાંતામાં થઈ રહી હતી સારવાર 
 
યેચુરી પરિવારના નિકટના સંબંધીઓના જણાવ્યા અનુસાર, આશિષને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની તબિયતમાં પણ સુધારો થયો હતો. કોરોના સાથે બે અઠવાડિયાની લડત બાદ આજે સવારે સાઢા 5 વાગે અચાનક તેનુ નિધન થઈ ગયુ જેનાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. 
 
પીએમ મોદીએ વ્યક્ત કર્યો  શોક 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સીતારામ યેચુરીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, 'પુત્ર આશિષના દુ: ખદ અને આકસ્મિક અવસાન પર સીતારામ યેચુરી જી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ. ઓમ શાંતિ. '