શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 4 જુલાઈ 2023 (16:48 IST)

આઘાતજનક અકસ્માત, બેકાબૂ ટ્રક હોટલમાં ઘુસી, 10 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

ટ્રક હોટલમાં ઘુસી,10 થી વધુનાં મોત - આઘાતજનક અકસ્માત, રોડ દુર્ઘટનામાં મંગળવારે મહારાષ્ટ્રના ધુલેમાં એક બેકાબૂ ટ્રક હોટલમાં ઘુસી, 10 લોકોના મોત, 20થી વધુ ઘાયલ થઈ ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ધુલેમાં મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ નજીક સવારે 10.45 વાગ્યે થયો હતો.
 
રોડ દુર્ઘટનાના કારણે ટ્રકના બ્રેકા ફેલ એવું કહેવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તેના ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો. તેણે પાછળથી બે મોટરસાયકલ, એક કાર અને બીજા કન્ટેનરને ટક્કર મારી હતી. તેઓએ જણાવ્યું કે, ટ્રક પછી હાઈવે પર બસ સ્ટોપ પાસેની એક હોટલમાં ઘૂસી ગઈ અને પલટી ગઈ. "ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 20 થી વધુ ઘાયલ થયા," અધિકારીએ જણાવ્યું.