ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 13 સપ્ટેમ્બર 2017 (10:59 IST)

મુસ્લિમની ટોપી ન પહેરનારા મોદી આજે પહેલીવાર મસ્જિદમાં જશે, જાણો આ ઐતિહાસિક ઈમારત Sidi Sayeedની જાળી વિશે

જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે બુધવારે ભારતના પ્રવાસ પર પહોંચી રહ્યા છે. આ દરમિયાન તેઓ ગુજરાતના અમદાવાદમાં જશે.  પોતાના બે દિવસીય પ્રકાસ પર આજે શિંજો અહીની જાણીતી સિદ્દી સૈયદની મસ્જિદમાં જશે. તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્યા હાજર રહેશે. 
 
મોદી પહેલીવાર જશે મસ્જિદ 
 
નરેન્દ્ર મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા. આ પહેલા તેઓ લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. પણ આવુ પહેલીવાર હશે જ્યાર પીએમ મોદી દેશની કોઈ મસ્જિદમાં જશે. 
 
દુબઈમાં ગયા હતા મસ્જિદ 
 
પીએમ મોદી 2015માં જ્યારે યૂએઈના પ્રવાસ પર ગયા તો ત્યા તેઓ અબુ ધાબીની જાણીતી જાયદ મસ્જિદ પણ પહોંચ્યા. મસ્જિદમાં પીએમ મોદી અબુ ધાબીના કિંગ સાથે ફર્યા હતા. મોદીની તે તસ્વીર આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની હતી. 
 
આ છે સિદ્દી સૈયદ મસ્જિદની વિશેષતા 
 
અમદાવાદની જાણીતી આ મસ્જિદને સિદ્દી સૈયદની જાળી ના નામે ઓળખવામાં આવે છે. ગુજરાત સલ્તનત દરમિયાન 1573માં આ મસ્જિદ બની હતી. જે પત્થરો પર નક્કાશી કામ માટે જાણીતી છે.  ખાસ કરીને આ મસ્જિદમાં બનેલ 'જાલી પેડ' (ઝાડ) આખી દુનિયામાં જાણીતુ છે. મસ્જિદની ઈમાએરત પીળા પત્થરોથી બને છે જે ઈંડો-ઈસ્લામિક વાસ્તુકલા પર આધારિત છે. 
 
અંગ્રેજોની ઓફિસ હતી આ મસ્જિદ 
 
હાલ આ મસ્જિદ દુનિયાભરથી આવનારા પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર છે. પણ બ્રિટિશ સમયમાં તેનો ઉપયોગ સરકારી ઓફિસના રૂપમાં કરવામાં આવ્યો હતો. 
 
મોદી બનશે ગાઈડ 
 
પીએમ મોદી પહેલીવાર દેશની કોઈ મસ્જિદમાં જવા ઉપરાંત તેઓ શિંજો આબે સાથ સિદ્દી સૈયદ મસ્જિદ પહોંચશે તો એક ગાઈડની ભૂમિકા ભજવશે.  એવુ કહેવાય છે કે મોદી પોતે શિંજો આબેને આ મસ્જિદની વિશેષતા વિશે બતાવશે. 
 
રાજ્યની ઐતિહાસિક વિરાસત પર પ્રેજેંટેશન 
 
આ મસ્જિદની ખાસ વાત એ છેકે સાંજના સમયે જ્યારે ઢળતા સૂરજની કિરણો મસ્જિદની જાળીમાંથી નીકળે છે તો ત્યારે તે દ્રશ્ય અદ્દભૂત હોય છે. બંને નેતાઓને રાજ્યની ઐતિહાસિક વિરાસત પર એક પ્રેજેંટેશન પણ બતાવવામાં આવશે. 
 
આજે સાંજે 6.15 વાગ્યે બંને દેશોના નેતા સિદ્દી સૈયદ મસ્જિદ પહોંચશે. ત્યારબાદ ગુરૂવારે અમદાવાદ-દુબઈ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેનનુ ભૂમિ પૂજન કરવામાં આવશે.