બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2019 (17:11 IST)

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ વાલ્મીઇકી જે. મેહતાનુ હાર્ટ એટેકથી નિધન

દિલ્હી હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશ જસ્ટિસ વાલ્મીકી જે. મેહતાનુ 59 વર્ષની આયુમાં શુક્રવારે વહેલી સવારે હાર્ટ એટેક આવવાથી નિધન થઈ ગયુ. 
 
જસ્ટિસ મહેતાએ હાઈકોર્ટમાં 15 એપ્રિલ 2009ના રોજ વધુ ન્યાયાધીશના રૂપમાં કાર્યભાર સાચવ્યો હતો. જસ્ટિસ મહેતાના પરિવારમાં તેમની પત્ની અન એ બે પુત્ર છે. દિલ્હી બાર કૌસિલએ જસ્તિસ મેહતાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતા તેને બાર એંડ ધ બેંચ માટે મોટી ક્ષતિ બતાવી છે. 
 
તેમનો જન્મ છ એપ્રિલ 1959ના રોજ મુંબઈમાં થયો હતો. દિલ્હી વિશ્વવિદ્યાલયના શ્રીવેંકટેશ્વરા કોલેજથી બીકૉમની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેમને વિશ્વવિદ્યાલયના ફેક્ટરી ઓફ ળૉ થી એલએલબીની ઉપાધિ મેળવી.  તેમને વર્ષ 1982માં વકીલના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.