1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 જુલાઈ 2023 (13:46 IST)

નેપાળ હેલિકોપ્ટર ગુમઃછ લોકો સવાર હતા

Nepal Helicopter Missing: નેપાળ હેલિકોપ્ટર ગુમઃ નેપાળમાં મંગળવારે એક હેલિકોપ્ટર ટેકઓફ કર્યા બાદ ગુમ થયું છે. ગુમ થયેલા હેલિકોપ્ટરમાં પાંચ વિદેશી નાગરિકો સહિત કુલ છ લોકો સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે એટલે કે મંગળવારે નેપાળના સોલુખુમ્બુથી કાઠમંડુની યાત્રા દરમિયાન હેલિકોપ્ટર ગુમ થઈ ગયું હતું.
 
કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ ગુમ થયેલ હેલિકોપ્ટરનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક સવારે 10.15 વાગ્યે તૂટી ગયો હતો. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના જનરલ મેનેજર પ્રતાપ બાબુ તિવારીના જણાવ્યા અનુસાર કોલ સાઈન 9N-AMV ધરાવતું હેલિકોપ્ટર ટેક-ઓફની 15 મિનિટ પછી સંપર્કમાંથી બહાર થઈ ગયું હતું.

Edited By-Monica Sahu