શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 જુલાઈ 2023 (10:44 IST)

આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, બેકાબૂ બસ નહેરમાં પડી, 7 લોકોના મોત, 35 મુસાફરો ઘાયલ

andhra pardesh
andhra pardesh

બસ કેનાલમાં ખાબકી, 7નાં મોત - આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે લગ્ન સરઘસની બસ દર્શી નજીક સાગર કેનાલમાં પડી હતી. જેમાં સાત લોકોના કરૂણ મોત થયા છે.

જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બસ પોડિલીથી કાકીનાડા જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે બસમાં 35 થી 40 લોકો સવાર હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.