ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :કન્નોજ. , સોમવાર, 9 જાન્યુઆરી 2023 (11:46 IST)

કન્નોજમાં ઘુમ્મસને કારણે એક્સીડેંટ, આગરા-લખનૌ Expressway પરથી નીચે ખાબકી સ્લીપર બસ, 3 મુસાફરોના મોત 18 ઘાયલ

accident up
યૂપીમાં ગાઢ ધુમ્મસને કારણે આગરા-લખનૌ એક્સપ્રેસવે પર મોટી દુર્ઘટના થઈ છે. દુર્ઘટના રાત્રે 12 વાગ્યાના નિકટ કન્નોજમાં થઈ. અહી એક્સપ્રેસવે પર એક સ્લીપર બસે માર્ગ પર ઉભેલા ટ્રકને ટક્કર મારી દીધી. તેનાથી ત્રણ લોકોની મોત થઈ અને 18 અન્ય ઘાયલ થઈ ગયા. તેજ ગતિને કારણે ટ્રક સાથે અથડાયા બાદ એક્સપ્રેસ -વે પરથી નીચે પડી ગઈ. મૃતકોમાં એક જ પરિવારની બે મહિલાઓ અને એક બાળકનો સમાવેશ છે. જ્યારે કે ઘાયલ મુસાફરોમાંથી ચારની હાલત ગંભીર  બતાવાય રહી છે. 

 દુર્ઘટના બાદ લોકોની દર્દનાક ચીસો 
 
દુર્ઘટના ધુમ્મસ અને તેજ ગતિને કારણે થયુ. દુર્ઘટનાગ્રસ્ત સ્લીપર બસ આનંદ વિહાર દિલ્હીથી સુલ્તાનપુર જઈ રહી હતી. બસ રવિવારે સાંજે 30 સવારીઓ લઈને દિલ્હીથી નીકળી હતી કન્નોજ જીલ્લાના ઠેઢિયા પોલીસ ક્ષેત્રના પિપરૌલી ગામની પાસે લખનૌ-આગરા એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસમાં તેજ ગતિને કારણે બસ માર્ગ પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ અને ત્યારબાદ એક્સપ્રેસ વે પરથી નીચે પડી. 
 
મૃતકોની ઓળખ રાયબરેલીની રહેનારી 50 વર્ષીય અનીતા બાજપેઈ, 25 વર્ષીય સંજના અને 11 વર્ષીય દેવાંશના રૂપમાં થઈ. દુર્ઘટના પછી મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ. આજુબાજુના ગ્રામીણ લોકો ઘટના સ્થળ પર પહોચ્યા અને પોલીસને સૂચના આપી. ત્યારબાદ પોલીસ અને યૂપીડા ટીમ ઘટના સ્થળ પર પહોંચી. બધા ઘાયલોની સારવાર તિર્વા મેડિકલ કોલેજમાં ચાલી રહી છે.