ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (08:42 IST)

ગરીબ રથ એક્સપ્રેસના એસી કોચમાં જોવા મળ્યો ઝેરી સાપ, આરામ કરી રહેલા મુસાફરોમાં નાસભાગ મચી, Video

snake
snake


snake on train video viral-  મધ્યપ્રદેશના જબલપુરથી મુંબઈ જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં તે સમયે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો જ્યારે સીટ પરથી અચાનક સાપ નીકળી ગયો . ટ્રેનના એસી કોચમાંથી સાપ બહાર આવ્યો અને ટ્રેનની બર્થ પર સરકવા લાગ્યો.
 
જ્યારે મુસાફરોએ સાપને જોયો ત્યારે ટ્રેન કસારા રેલવે સ્ટેશન પાસે હતી. કેટલાક મુસાફરોએ આ દ્રશ્ય પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. મળતી માહિતી મુજબ, ટ્રેનના કોચ નંબર જી3ની સાઇડ બર્થ નંબર 23 પર બેઠેલા મુસાફરોએ સાપને જોયો હતો.

આ સાપ સીટના થાંભલા પર લટકતો હતો. બીજી તરફ આ અંગેની માહિતી તાત્કાલિક રેલવે અધિકારીઓને આપવામાં આવી હતી. રેલવે અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને કોચની સંપૂર્ણ શોધખોળ કરી, પરંતુ સાપ મળ્યો ન હતો.